રસ્તા પર જતી બોલેરો કારને ટ્રેલરે લગાવી જોરદાર ટક્કર, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, 3 લોકોના મૃત્યુ… અકસ્માત જોઈને લોકોના હાથ-પગ ધ્રુજી ગયા..!

Published on: 12:08 pm, Sat, 24 September 22

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની ઘટનામાં એક બોલેરો કારને ટ્રેલર જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે સ્ટેટ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના રાજસ્થાનમાં બની છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ગંભીર અકસ્માતની ઘટના મંગળવારના રોજ મોડી રાત્રે ભીલવાડાના જહાઝપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. અકસ્માતની ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે, બોલેરો માં સવાર થઈને આઠ લોકો સવાઈ માધોપુરથી પરત ફરી રહ્યા હતા.

ત્યારે રસ્તામાં ભીલવાડા ચાર રસ્તા પાસે સામેથી આવતા ટ્રેલરે બોલેરોને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં બોલેરોની છત ઉડી ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં 2 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા.

જે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. એટલે કે આ ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા છે અને પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહે છે.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં 53 વર્ષીય લાડુલાલ, 35 વર્ષીય મનીષ ખટીક, 70 વર્ષે હીરાલાલ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું. અકસ્માતના પગલે હાઈવે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાના બીજા દિવસે એટલે કે શુક્રવારના રોજ ઘટના સ્થળથી 40 km દૂર પોલીસને ટ્રેલર મળી આવ્યું હતું. હજુ પણ ટ્રેલરનો ડ્રાઇવર ફરાર છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા પર જતી બોલેરો કારને ટ્રેલરે લગાવી જોરદાર ટક્કર, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, 3 લોકોના મૃત્યુ… અકસ્માત જોઈને લોકોના હાથ-પગ ધ્રુજી ગયા..!"

Leave a comment

Your email address will not be published.


*