શાળાએથી ઘરે જતી 8 વર્ષની બાળકીને રોડ ક્રોસ કરતી વખતે ટ્રકે કચડી નાખી, માસુમ બાળકીનું મૃત્યુ… જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ

Published on: 12:41 pm, Sat, 24 September 22

હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં નેશનલ હાઈવે ક્રોસ કરતી વખતે એક 8 વર્ષની માસુમ બાળકોને ટ્રકે કચેરી નાખી હતી. આ ઘટનામાં બાળકીનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળે જ ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.

આ ગંભીર અકસ્માતની ઘટના બાડમેર જિલ્લાના શિવ નગરની છે. સમગ્ર ઘટના સ્થળે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. અકસ્માત બન્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષનો મહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ એસડીએમ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને લોકોને સમજાવ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, આઠ વર્ષીય દીકરી મહાત્મા ગાંધી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. શુક્રવારના રોજ બપોરે 2:00 વાગ્યાની આસપાસ શાળાએથી છુટ્યા બાદ તે પોતાના મિત્રો સાથે ઘરે જઈ રહી હતી. ત્યારે તેના મિત્રોએ ઘરથી 300 મીટર દૂર આવેલો નેશનલ હાઇવે કોર્સ કર્યો હતો. આ દરમિયાન માસુમ બાળકી એકલી રહી ગઈ હતી.

ત્યારે બાળકે રસ્તો ક્રોસ કરવા માટે રસ્તાના કિનારે ઘણા સમય માટે ઉભી રહે છે. ત્યારે અચાનક જ તે રસ્તો ક્રોસ કરવા માટે દોડે છે. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતા ટ્રકે બાળકીને કચડી નાખી હતી. જેના કારણે બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલી બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.

અકસ્માતની ઘટના બની આબાદ સ્થાનિક લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે ટ્રક ચાલકની બેદરકારીના કારણે માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે ટ્રક ચાલક ફોન પર વાત કરી રહ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

હાલમાં આ ઘટનાને સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ જોઈને ભલભલા લોકોના રુવાટા ઉભા થઈ ગયા છે. દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને તેના માતા પિતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. દીકરીના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ ખવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "શાળાએથી ઘરે જતી 8 વર્ષની બાળકીને રોડ ક્રોસ કરતી વખતે ટ્રકે કચડી નાખી, માસુમ બાળકીનું મૃત્યુ… જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*