એ..એ..ઉડાડ્યા..! પૂરપાટ ઝડપે આવતી કારે રસ્તા પર ઉભેલા વ્યક્તિને ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યો, પછી તો કંઈક એવું થયું કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 10:34 am, Tue, 11 April 23

ગુજરાત રાજ્યમાં દિવસને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. તમે ઘણી એવી ઘટનાઓ જોઈ હશે જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોનો જીવ જોખમમાં મુકાતો હોય છે.

ત્યારે હાલમાં તેવી જ એક ઘટના ભુજના ભારાપર ગામે બની છે. આ ઘટનામાં રસ્તાની પાસે ઉભેલા એક વ્યક્તિને પુરપાટ ઝડપે આવતીકાલે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વ્યક્તિ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને જમીન પર પડ્યો હતો. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વિગતવાર વાત કરીએ તો આ અકસ્માતની ઘટનામાં 40 વર્ષનો વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. સમગ્ર ઘટના બન્યા બાદ તેને 108 ની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલમાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહે છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી કાર લઈને ફરાર થઈ ગયો હતો.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલક વિરોધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ અકસ્માતની ઘટના ગત આઠ તારીખના રોજ સાંજના સમયે બની હતી.

ભુજ તાલુકાના પટેલ ચોવીસીના ભારાપર ગામે સાંજના સમયે પેટ્રોલ પંપ સામેના ત્રણ રસ્તા નજીક રસ્તાની બાજુમાં એક વ્યક્તિ ઉભા હતા. આ દરમિયાન એક ઝડપી કારે તેમને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વ્યક્તિ ફૂટબોલની જેમ હવામાં ઉછળીને જમીન પર પટકાયા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કારચાલક વિરોધ હિટ એન્ડ રનનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કારચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એ..એ..ઉડાડ્યા..! પૂરપાટ ઝડપે આવતી કારે રસ્તા પર ઉભેલા વ્યક્તિને ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યો, પછી તો કંઈક એવું થયું કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*