સુરતના અલથાણા પાર્ટી પ્લોટમાં 2 બાળકોના પિતાનું રિબાઈ રિબાઈને મોત… યુવકના મોતનું કારણ જાણીને હૈયુ ધ્રુજી ઉઠશે…

સુરત(Surat): માં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. સુરતના અલથાણા(Surat Althana) વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટમાં એક 35 વર્ષના યુવકનું દર્દનાક મોત(35-year-old youth dies in party plot) થયું છે. પાર્ટી પ્લોટમાં યુવક સાથે અચાનક જ કાંઈક એવી ઘટના બની કે પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. યુવકના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૂળ રાજસ્થાન અને અલથાણામાં રહેતા 35 વર્ષ્ય શ્રાવણ રામ પોતાના પરિવાર સાથે રહેતો હતો. તે છેલ્લા દસ વર્ષથી અલથાણામાં આવેલા ડીબી પાર્ટી પ્લોટ માં આઈસ્ક્રીમનું પાલર ચલાવતો હતો. મળતી માહિતી અનુસાર પાર્ટી પ્લોટ માં આવેલા વીજળીના થાંભલાને અડવાના કારણે યુવકને જોરદાર કરંટ લાગ્યો હતો.

ત્યારબાદ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. યુવકના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડી તૂટી પડ્યો છે.

આ ઘટનાની જાણ થતા પોલીસ પણ સિવિલ હોસ્પિટલ પાસે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારનું નિવેદન લીધું હતું. હાલમાં તો મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર યુવકને અચાનક જ થાંભલાને અડતા જોરદાર કરંટ લાગ્યો હતો.

આ કારણોસર તેનું રીબાઈ રીબાઈને મોત થયું હતું. મૃત્યુ પામેલો શ્રવણ રામ છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં રહેતો હતો. તે આઈસ્ક્રીમનું પાલર ચલાવીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતો હતો. શ્રવણ રામના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*