કાર અને બસ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, કારના ભાંગીને બે ટુકડા થઈ ગયા… 4 મિત્રોના એકસાથે દર્દનાક મોત…

Published on: 1:25 pm, Wed, 14 June 23

Shajapur,Terrible accident: હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની(Terrible accident) ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પેસેન્જર થી ભરેલી બસ અને કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત(4 friends died) થયા હતા. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને જિલ્લાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઈન્દોર મોકલી દેવામાં આવ્યા હતા.

ત્યાં તેમાંથી એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. શાજાપુરમાં બનેલી આ અકસ્માતની ઘટનામાં કુલ ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. જેના કારણે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ અને ઇજાગ્રસ્ત થયેલા લોકો ખરાબ રીતે અંદર ફસાઈ ગયા હતા.

પછી કારને કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના મંગળવારના રોજ રાત્રે લગભગ 11:00 વાગ્યાની આસપાસ કૃષિ ઉપજ મંડી પાસે હાઇવે પર બની હતી. વિગતવાર વાત કરે તો મહામાયા ટ્રાવેલ્સ નામની પેસેન્જર બસ ઈંદોર થી સારંગપુર જઇ રહી હતી. બસ શાજાપુરથી નીકળી હતી અને સામેથી આવતી કારને જોરદાર ટક્કર લગાવી હતી.

અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે હાઇવે રોડ મૃત્યુ પામેલા લોકોની ચીસો થી ગુંજી ઉઠ્યો હતો.

અકસ્માતની ઘટનામાં કારમાં સવાર સાત યુવકો શાહજાપુરના રહેવાસી હતા અને તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. કારમાં સવાર ત્રણ યુવકોના તો ઘટના સ્થળે મોત થયા હતા. ત્યારે આજરોજ સવારે સારવાર દરમિયાન અન્ય એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કાર અને બસ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, કારના ભાંગીને બે ટુકડા થઈ ગયા… 4 મિત્રોના એકસાથે દર્દનાક મોત…"

Leave a comment

Your email address will not be published.


*