ઉતાવળ કરવી ભારે પડી ગઈ..! ફાટક બંધ હોવા છતાં પણ બાઈક લઈને ફાટક ક્રોસ કરતા વ્યક્તિ સાથે કંઈક એવું થયું કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

Terrible accident CCTV footage: સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ઘણી અકસ્માતની ઘટનાના વિડીયો અને સીસીટીવી ફૂટેજ(Terrible accident CCTV footage) સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ઘણી વખત કેટલાક લોકોને પોતાની ઉતાવળ ભારે પડી જતી હોય છે. આજે આપણે આજથી ઘણા સમય પહેલા બનેલી તેવી જ એક અકસ્માતની(Terrible accident) ઘટના વિશે વાત કરવાના છીએ.

આ ઘટનામાં એક બાઈક સવાર વ્યક્તિને ઉતાવળ કરવી ભારે પડી ગઈ હતી. ઉતાવળમાં રેલ્વે ફાટક ક્રોસ કરતી વખતે બાઇક સવાર સાથે કંઈક એવી ઘટના બની કે વિડીયો જોઈને હૃદયના ધબકારા વધી જશે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે રેલવે ફાટક પર બંને બાજુ કેટલાક લોકો પોતાની બાઈક લઈને ઉભેલા નજરે પડી રહ્યા છે.

ટ્રેન આવવાની છે જેના કારણે ફાટક બંધ કરી દેવામાં આવ્યા છે. ફાટક બંધ હોવા છતાં પણ એક વ્યક્તિ ફાટકની નીચેથી બાઈક લઈને બીજી બાજુ જવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન જે પાટા પર ટ્રેન આવતી હોય છે તે પાટા પર જ યુવકની સ્લીપ ખાઈ જાય છે.

જેના કારણે યુવક તાત્કાલિક પાટાથી દૂર થઈ જાય છે અને તેજ સેકન્ડે ટ્રેન પાટા પરથી પસાર થાય છે. આ કારણોસર યુવકની બાઈક ટ્રેનની અડફેટેમાં આવી ગઈ હતી અને બાઈકના રમકડાની જેમ ફોતરા ઉડી ગયા હતા. આ ઘટનામાં યુવકનો જીવ માંડ માંડ બચ્યો છે. યુવકને ઉતાવળ આજે તેના માટે ભારે પડી ગઈ છે.

અકસ્માતની ઘટના બની ત્યારે ત્યાં આજુબાજુ ઉભેલા સૌ કોઈ લોકોની ચીસો નીકળી ગઈ હતી. આ ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયો જોઈને લોકોના ટાટીયા ધ્રુજવા લાગ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*