આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે મંગળવારના રોજ રાત્રે 8:00 વાગ્યાની આસપાસ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા પરિવારના દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
કાર અને બાઈક વચ્ચે ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના ઉજ્જૈન બાયપાસ રોડ ઉપર બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મળતી માહિતી અનુસાર પતિ પત્ની અને બે બાળકો બાઇક પર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર પતિનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે પત્ની અને પુત્રનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે કેશુરામ નામનો વ્યક્તિ પોતાની પત્ની નર્મદાબાઈ, 14 વર્ષીય દીકરો પ્રવીણ અને 13 વર્ષીય દીકરી શિવાની સાથે બાઈક પર મોરિયા ગામ જઈ રહ્યા હતા.
ત્યારે રસ્તામાં ઉજ્જૈન બાયપાસ રોડ ઉપર લાલખેડા ફાંડે પાસે તેમની બાઈકને એક કાર્ય જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કેશુરામનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ અકસ્માતની ઘટનામાં કેશુરામની પત્ની અને દીકરો-દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ત્રણેયને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન નર્મદાબાઈ અને તેના દીકરા પ્રવીણ નું મૃત્યુ થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત થયેલી દીકરી શિવાનીને રતલામ વધુ સારવાર માટે મોકલવામાં આવી હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ ગામમાં શોક માહોલ છવાયો હતો. એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતાં ચારે બાજુ માતમ થવાયો હતો. ગામના લોકોએ અને મૃતક કેશુરામના પરિવારજનોએ અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી હતી. એક જ દિવસે ત્રણ અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું.
આ આ ગંભીર અકસ્માતની ઘટનાના કારણે એક હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે. માસુમ દિકરી શિવાની નું હવે આ દુનિયામાં કોઈ ન રહ્યું. હવે દીકરી મા બાપ કોને કહે છે? દીકરી રક્ષાબંધનમાં રાખડી કોને બાંધશે? 13 વર્ષની માસુમ દિકરી ઘરમાં એકલી રહી ગઈ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment