ટ્રેનના ડબ્બા પર ચડીને એક યુવકે એવું પગલું ભર્યું કે, હિમ્મત હોય તો જ આગળ વાંચજો…જુઓ ઘટનાનો લાઇવ વિડિયો

Published on: 11:04 am, Thu, 27 October 22

સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત ઘણા એવા વિડિયો સામે આવતા હોય છે. જે જોઈને આપણે હચમચી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક યુવક ટ્રેનના ડબ્બા ઉપર ચડીને એવું પગલું ભરે છે કે સપનામાં પણ નહીં વિચાર્યું હોય.

જેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકો છો કે, એક યુવક પ્લેટફોર્મ પર ઉભેલી છત્તીસગઢ એક્સપ્રેસના ડબ્બા ઉપર ચડી જાય છે. આરપીએફના અને જીઆરપીના જવાનો યુવકને ડબ્બા ઉપરથી નીચે ઉતારે તે પહેલા યુવક ઉપરથી પસાર થતા હાઈટેન્શન લાઈનના તારને પકડી લે છે.

તારને પકડતા યુવકને જોરદાર કરંટ લાગે છે અને જોરદાર ધડાકો થાય છે. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકો હચમચી ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના દુર્ગે રેલવે સ્ટેશનની છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર 24 ઓક્ટોબરના રોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. અમૃતસર થી બિલાસપુર જઈ રહેલી છત્તીસગઢ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર ચાર પર ઉભી હતી. આ દરમિયાન એક યુવક આવીને ટ્રેનના ડબ્બા ઉપર ચડી ગયો હતો. ત્યારે ત્યાં હાજર લોકોએ તેને નીચે ઉતારવા માટે ઘણી આજીજી કરી હતી.

પરંતુ યુવક કોઈની વાત સાંભળતો નથી અને ડબ્બા ઉપરથી પસાર થતાં હાઈટેન્શન લાઈનના તાર અડે છે. આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું. તેને તાત્કાલિક ઇજાગ્રતા હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

તેની હાલત બધું ગંભીર હોવાના કારણે તેને રાયપુર ખાતે રેફર કરવામાં આવ્યો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પગલું ભરનાર યુવકનું નામ રવિ છે. રવિ પંજાબમાં મજૂરી કામ કરતો હતો.

મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે રવિ દિવાળીના તહેવારમાં અમૃતસર બિલાસપુર એક્સપ્રેસમાં પોતાના વતન જઈ રહ્યો હતો. સવાલ એ ઊઠે છે કે યુવક ટ્રેનના ડબ્બા ઉપર શા માટે ચડી ગયો અને તેને એવું તો શું થયું કે તેને આ પગલું ભર્યું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ટ્રેનના ડબ્બા પર ચડીને એક યુવકે એવું પગલું ભર્યું કે, હિમ્મત હોય તો જ આગળ વાંચજો…જુઓ ઘટનાનો લાઇવ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*