પત્નીએ પતિની નજર સામે ગળાફાંસો ખાધો, પતિએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો…જુઓ લાઈવ સુસાઈડનો વિડીયો…

Published on: 11:41 am, Thu, 27 October 22

હાલમાં બનેલી એક વિચિત્ર અને ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ હચમચી જ હશો. મળતી માહિતી અનુસાર એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મહિલાએ જ્યારે આ પગલું ભર્યું ત્યારે રૂમમાં તેનો પતિ પણ હાજર હતો. પતિએ પત્નીને આ પગલું ભરવાથી રોકવાના બદલે તેનો વિડીયો બનાવી રહ્યો હતો. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પત્ની ગળાફાંસો ખાઈ રહી છે અને પતિ વિડીયો બનાવી રહ્યો છે. સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યા બાદ પતિએ આ ઘટનાનો વિડીયો પત્નીના પરિવારજનોને મોકલ્યો હતો. વીડિયો જોઈને મહિલાના માતા પિતા તાત્કાલિક ઘરે પહોંચી આવ્યા હતા. ત્યારે પલંગ ઉપર દીકરી બેભાન હાલતમાં પડેલી હતી. ત્યારબાદ દીકરીને માતા પિતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા.

પરંતુ ત્યાં હાજર ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. આ ઘટના કાનપુરના ગુલમોહર વિહાર નૌબસ્તા વિસ્તારમાં બની હતી. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, આ ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પિયર પક્ષના લોકોએ સાસરીયા પર દહેજ માટે દીકરીને આ પગલું ભરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવીને ફરિયાદ કરી હતી.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલી મહિલાના પતિને કસ્ટડીમાં લીધો છે.18 ફેબ્રુઆરી 2017 ના રોજ શોભીતા નામની મહિલાના લગ્ન હનુમંત વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારના ગુલમોહર વિહારના રહેવાસી સંજીવ ગુપ્તા નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન બાદ સંજય ગુપ્તા પોતાની પત્નીને દહેજ માટે સતત ત્રાસ આપતો હતો.

મળતી માહિતી અનુસાર દીકરીના પિતા નું કહેવું છે કે, 25 ઓક્ટોબરના રોજ સંજીવ ગુપ્તાએ તેમની દીકરીને ખૂબ જ ત્રાસ આપ્યો હતો. જેના કારણે તેને આ પગલું ભરી લીધું હતું. દીકરીએ જ્યારે ગળાફાંસો ખાધો ત્યારે જમાઈ સંજીવ ગુપ્તાએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો હતો.

ત્યારબાદ આ વિડીયો જમાઈએ અમને મોકલ્યો હતો. વીડિયો જોયા બાદ અમે સીધા તાત્કાલિક દીકરીના ઘરે પહોંચ્યા હતા. ત્યારે દીકરીનું શરીર એકદમ ઠંડુ પડી ગયું હતું અને તે બેભાન હાલતમાં પલંગ ઉપર પડી હતી. ત્યારબાદ અમે દીકરીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોકટરી દીકરીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી.

આરોપી સંજીવ ગુપ્તાની ભુજ પર જ દરમિયાન જાણવા મળ્યું કે, 25 ઓક્ટોબર ના રોજ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાથી કંટાળીને તેની પત્ની પંખે લટકાવવા જઈ રહી હતી. ત્યારે તેને આ વિડીયો બનાવ્યો હતો અને તેની પત્નીના માતા-પિતાને મોકલ્યો હતો. વિડીયો મોકલીને કહેવા માગતો હતો કે જોઈ લો તમારી દીકરીની હરકતો… પછી તેનો વિડીયો તેના માતા પિતાને મોકલ્યો હતો. તે સમજતો હતો કે તેની પત્ની ગળાફાંસો ખાવાનું નાટક કરી રહે છે. પરંતુ તેની પત્નીએ સાચુંમાં ગળાફાંસો ખાઈ લીધો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પત્નીએ પતિની નજર સામે ગળાફાંસો ખાધો, પતિએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો…જુઓ લાઈવ સુસાઈડનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*