દોસ્તો આજે આપણે એક એવા પરિવાર વિશે વાત કરવાના છીએ. જે પરિવારની પરિસ્થિતિ જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. મિત્રો તમને બધાને ખબર હશે કે જો કોઈ પરિવારમાં બીમારી આવે તો પરિવાર બરબાદ થઈ જતો હોય છે. જો કેન્સર જેવી બીમારી પરિવારમાં આવી તો પરિવાર આર્થિક રીતે પણ પડી ભાંગે છે.
ત્યારે જયેશભાઈ નામના વ્યક્તિના પરિવારની સાથે પણ કંઈક આવું જ થયું છે. જ્યારે જયેશભાઈ નાના હતા ત્યારે તેમના પિતાનું મૃત્યુ થયું હતું. તેમની માતાએ દિવસ રાત મજૂરી કામ કરીને તેમને મોટા કર્યા છે. દીકરો મોટો થાય અને માતા સુખી સંસાર જોઈ શકે તે કુદરતને મંજૂર ન હતું. જયેશભાઈ અચાનક બીમાર પડી ગયા હતા તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રિપોર્ટમાં જાણવા મળ્યું કે જયેશભાઈ ને કેન્સર જેવી ભયંકર બીમારી છે. આ વાતની જાણ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. પરિવારના તમામ સભ્યો ટેન્શનમાં આવી ગયો હતા. જયેશભાઈ ની કેન્સર ની બીમારી છે આ વાત સાંભળીને તેમની માતા ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. માતાએ જીવન પર ભેગા કરેલા રૂપિયાની સારવાર પાછળ ખર્ચી નાખ્યા.
દીકરાની બધી જવાબદારી માતા ઉપર આવી ગઈ. હાલમાં તેમની માતા જેટલું થાય તેટલું કરે છે. આજે તેમના પરિવારની પરિસ્થિતિ જોઈને તમે પણ રડી પડશો. તેમના ઘરની પરિસ્થિતિની જાણ સમાજ સેવા કરતા યુવકોને થઈ હતી.
તેથી તેમની મદદ કરવા માટે સમાજ સેવા કરતા યુવકો તેમના ઘરે પહોંચ્યા હતા. જ્યાં જયેશભાઈના ઘરની પરિસ્થિતિ જોઈને તેઓ પણ ભાવુક થઈ ગયા હતા. ત્યારબાદ તે લોકોએ પરિવારને કરિયાણાની મદદ કરીને તેમનાથી થશે તેટલી મદદ કરવાનો વાયદો આપ્યો હતો. Credit By : SARVA SAMARTH FOUNDATION
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment