રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વખતે ભાજપ મા આંતરિક કકળાટ જામ્યો છે.જૂનાગઢ જિલ્લામાં પ્રવાસન મંત્રી જવાહાર ચાવડા સામે જ ભાજપમાં રોષ ભભૂકયો છે. આ મંત્રી ના લીધે કડવા પાટીદાર ને ભારે અન્યાય થઇ રહ્યો છે તેવું કારણ ધરીને ભાજપના પૂર્વ મહામંત્રી નીતિન ફળદુએ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે.
નીતિન ફળદુએ રાજીનામા પત્રમાં એવો પ્રશ્ન કર્યો છે કે,પ્રધાનમંત્રી મોદીને નંદો શબ્દ કહી અપમાનિત કરનારાને ભાજપમાં કેમ પ્રવેશ અપાયો છે.આગામી દિવસોમાં જુનાગઢ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે.
ત્યારે જૂનાગઢ ભાજપમાં આંતરિક કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે.વર્ષ 2015 માં જૂનાગઢ જિલ્લા પંચાયત અને વર્ષ 2017 માં વિધાનસભા ચૂંટણી લડનારા ભાજપના પૂર્વ મંત્રી નીતિન પટેલે ભાજપના રાજીનામું ધરી દીધું છે.
નિતીન ફળદુ એ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને મોકલેલા રાજીનામા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે પાટીદાર આંદોલન વખતે ભાજપે પડકારોનો સામનો કરી રહ્યું હતું તે વખતે પાટીદારો નો ઉપયોગ કરી કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા અમુક લાલચુ વ્યક્તિ ટિકિટ આપવાની શરતે ભાજપમાં જોડાયા હતા.
પણ દુઃખ એ વાત નું છે કે જિલ્લા સંગઠન અને પાટીદારોને ધારાસભ્ય દ્વારા નુકસાન થઈ રહ્યું છે. તેમને એવો આરોપ લગાવ્યો છે કે ગુજરાતના 182 ધારાસભ્યો પૈકી વડાપ્રધાન વિશે અપશબ્દો કહેનારા અને જાહેરમાં નંદો કહેનારા માણાવદરના ધારાસભ્ય ને પક્ષમાં પ્રવેશ આપી મહાપાપ કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment