સમગ્ર દેશમાં જેવી રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે તેવી જ રીતે સીંગતેલ અને કપાસિયાતેલમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.સામાન્ય માણસ ગમે તેમ કરીને બિનજરૂરી વસ્તુઓ તાળી શકે પણ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે.
તેને કઈ રીતે તાળી શકે.એક સામાન્ય વર્ગનો માણસ એટલે કે મધ્યમવર્ગીય માણસ પણ તેના પરિવારને સાચવવાની જવાબદારી હોય છે અને એવામા જીવન જરૂરિયાતની વસ્તુ મોંઘી થઈ જાય તો કઈ રીતે તેને પોસાય.
પુરવઠા વિભાગ નિષ્ક્રિયતા અને ઓઇલ મિલરો બેફામ બનતા સીંગતેલ અને કપાસિયા તેલ ના ભાવ શિર આસમાને પહોંચ્યા છે. એક બાજુ જોવામાં આવે તો મગફળીના ભાવ ખેડૂતોને વધારે મળતા નથી તો આ તેલના ભાવ શા માટે વધારે છે?
આપને જણાવી દઇએ કે સીંગતેલમાં દિવસેને દિવસે 20 રૂપિયાનો વધારો થાય તેવું લાગી રહ્યું છે. સતત બે દિવસમાં સિંગતેલનો ભાવ માં 40 રૂપિયા નો મોટો વધારો થયો છે.કપાસિયા તેલમાં 10 રૂપિયાનો વધારો થયો છે.
અને સનફ્લાવર તેલ માં 30 રૂપિયાનો વધારો થયો છે. હાલમાં રાજકોટ શહેરની વાત કરીએ તો સિંગતેલનો ભાવ 2400 રૂપિયા છે જયારે કપાસિયા તેલનો ભાવ વધીને 1800 રૂપિયા થયો છે અને સનફ્લાવર તેલ માં 2060 ની આસપાસ પહોંચ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment