ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં યાદવાસ્થળી જામી છે. ચૂંટણી માટે નિયુક્ત થયેલા પ્રભારી તામ્રદવજ સાહુંની હાજરીમાં જ ગુજરાત કોંગ્રેસના સીનિયર નેતા વચ્ચે વાક્યુદ્ધ જામતા કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે.
તામ્રદવજ સાહુ ની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સિદ્ધાર્થ પટેલે ટિપ્પણી કરતા પ્રમુખ અમિત ચાવડા એ તેનો વળતો જવાબ આપ્યો છે.સિદ્ધાર્થ પટેલે જણાવ્યું કે કોંગ્રેસ સારી સિસ્ટમ બનાવી છે.
પરંતુ કેટલાક નેતાઓ સિસ્ટમમાં કામ નથી કરતા. કેટલાક નેતાઓ ઘરે બેસીને પેરેલલ પોતાની સિસ્ટમ ચલાવે છે અને કોંગ્રેસના કેટલાક નેતાઓ પાર્ટી વિરોધી સમયાંતરે પેનલ બનાવી રહ્યા છે.
જેની સામે અમિત ચાવડાએ જણાવ્યું કે નિરીક્ષકોએ આપેલી પેનલ જ ટિકિટની ફાળવણી કરશે.જે બાદ સાહુ એ ધારાસભ્યોને ટકોર કરી અને નવા લોકોને સ્થાન આપવા સલાહ આપી.સાહુ એ જણાવ્યું કે.
ધારાસભ્ય એવું ન માને કે મજબૂત નેતા આગળ આવશે તો તેમનું પત્તું કપાશે.ધારાસભ્યોએ કોઈ ડર રાખ્યા વગર પોતાના વિસ્તારના યુવા અને મજબૂત કાર્યકર્તાઓને આગળ કરવા જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!