રાજકોટના ભાજપના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય અરવિંદ રૈયાણી ની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયો છે અને નરેશ પટેલ અને તેમનો પરિવાર કોંગ્રેસ હોવાની ઓડિયોમાં ચર્ચા થઈ રહી છે. ગુજ્જુરોકઝ આ ઓડિયો ક્લિપની કોઈ પ્રકારની પુષ્ટિ કરતું નથી.
વારંવાર વિવાદમાં આવી ચુકેલા રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી જેમાં નરેશ પટેલ સહિત ધારાસભ્ય ગોવિંદ પટેલ અને ધનસુખ ભંડેરી ને લઈને પણ વાતચીત થઈ રહી હતી.
ઓડિયો ક્લિપમાં કાગવડ ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ ત્રણેય વ્યક્તિ પર આક્ષેપો પણ અલગ અલગ રીતે કરવામાં આવ્યા છે.એક થઈ રાજરમત હોવાથી ઓડિયો ક્લિપમાં ચર્ચા થઈ રહી છે.
આ ઓડિયો ક્લિપમાં અરવિંદ રૈયાણી એવું કહેતા સંભળાય છે કે નરેશ પટેલ મૂળ કોંગ્રેસ કલ્ચરના છે અને તેમને જયંતિ સરધારા એ એવું કહ્યું હતું કે ભાજપના બધા કોર્પોરેટરોને ખોડલધામ જવાની જરૂર નથી.
વારંવાર વિવાદ અને થોડા સમય પહેલા ધાર્મિક સભા મળવા નો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.ગુજરાત રાજ્યમાં ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અને.
રાજકોટના ધારાસભ્ય નો ઓડિયો ક્લિપ વાયરલ થતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.આ ઓડિયો ક્લિપમાં નરેશ પટેલ ઉપરાંત પણ બે દિગ્ગજ નેતાઓના નામ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આક્ષેપો પણ લગાડવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!