ઉજ્જૈનથી દર્શન કરીને પરત ફરી રહેલા 5 પટેલ યુવાનોને ગોધરા પાસે નડયો ગંભીર અકસ્માત, 3 યુવાનોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 10:47 am, Mon, 9 May 22

ગુજરાતમાં ગોધરા પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક સાથે 3 મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર ખંભાતના ઉંદેલ ગામના 5 મિત્રો કાર લઈને ઉજ્જૈનથી દર્શન કરીને પરત ઉંદેલ જતા હતા.

ત્યારે ગોધરાના ઓરવાડા પાસે પુરપાટ ઝડપે જતી કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી અને સામેની બાજુના રોડ પર આવતા ટ્રેલર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર 5 માંથી 3 મિત્રોના કરૂણ મૃત્યુ થયા છે. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મૃત્યુ પામેલા યુવાનોના મૃતદેહ કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.

આ ઘટનાની જાણ થતાં મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનોને પટેલ સમાજના અગ્રણીઓ સિવિલ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર પાંચ પટેલ યુવાનો કારમાં ઉજ્જૈન દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો.

આ અકસ્માતની ઘટનામાં 28 વર્ષીય કિશન ભાઈ પંકજભાઈ પટેલ, 25 વર્ષીય કૃષીલભાઈ વિપુલભાઈ પટેલ અને 30 વર્ષીય શશાંકભાઈ મહેશભાઇ પટેલનું કરૃણ મૃત્યુ થયું છે. આ ઉપરાંત 35 વર્ષીય હર્ષિતભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ અને 27 વર્ષીય ભરતભાઈ યોગેશભાઈ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર આ પાંચેય યુવક પટેલ સમાજના મોભીઓના પુત્ર હતા. ઘટના આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા યુવાનના પરિવારજનો અને પટેલ સમાજમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ અકસ્માતની ઘટનામાં ત્રણ પરિવારે જવાનજોધ દીકરા અને ગુમાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઉજ્જૈનથી દર્શન કરીને પરત ફરી રહેલા 5 પટેલ યુવાનોને ગોધરા પાસે નડયો ગંભીર અકસ્માત, 3 યુવાનોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*