બાઈક બેકાબુ બનીને ફુટપાથ પર ચઢી જતા સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા કરૂણ મૃત્યુ…

Published on: 10:25 am, Mon, 9 May 22

છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જ શણ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી મુજબ બાઈક ફુટપાથ પર ચઢી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બન્યા બાદ આસપાસના લોકોએ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.

આ અકસ્માતની ઘટના અંબાલા કેન્ટ-સહા રોડ પર બની હતી. મૃત્યુ પામેલા યુવકની ઉંમર 30 વર્ષની હતી અને તેનું નામ મંગારામ હતું. મળતી માહિતી અનુસાર યુવક બાઈક લઈને કોઈ કામ અર્થે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં બાઈક અચાનક બેકાબૂ બની ગઈ હતી અને ફુટપાથ પર ચઢી ગઇ હતી.

આ ઘટનામાં બાઈક સવાર યુવકને નીચે પડ્યો હતો. યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આસપાસના લોકો દ્વારા એમ્બ્યુલન્સની મદદથી યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવતીના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બાઈક બેકાબુ બનીને ફુટપાથ પર ચઢી જતા સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*