મોરબી-માળીયા હાઈવે પર કારનું ટાયર ફાટતા સર્જાયો ત્રિપલ અકસ્માત, એક જ પરિવારના માતા-પિતા, પુત્રી અને ભાણેજ સહિત 5 લોકોનાં કરૂણ મૃત્યુ…

Published on: 10:11 am, Mon, 9 May 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. મોરબી-માળીયા હાઈવે પર બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માત બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યો સહિત પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

આ ઉપરાંત સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બનતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર મોરબીના લોહાણા પરિવાર સામખિયારી નજીક કટારિયા ગામે માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યું હતું.

ત્યારે તેમને રસ્તામાં અકસ્માત નડયો હતો. આ અકસ્માતને લઈને રાજ્ય સરકાર મૃત્યુ પામેલા લોકોને 4 લાખ રૂપિયાની સહાય અને ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરે છે. મળતી માહિતી અનુસાર મોરબી માળીયા હાઈવે પર અમરનગર અને લક્ષ્મી નગર વચ્ચે આવેલી હોટલ પાસે એક કારનું ટાયર અચાનક ફાટત ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં એક જ પરિવારના માતા પિતા પુત્રી અને ભાણેજ સહિત 5 લોકોનાં કરૂણ મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર અચાનક કારનું ટાયર ફાટતા કાર સામેથી આવતી અન્ય એક કાર સાથે અથડાઈ હતી. આ દરમિયાન એક ટેમ્પો ટ્રાવેલ્સ પણ આ અકસ્માતનો ભોગ બન્યો હતો. આ ઘટનામાં સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આ અકસ્માતની ઘટનામાં મોરબીના વકીલ પિયુષ રવેશીયાના માતા-પિતા અને તલાટી બહેનનું મૃત્યુ કરૂણ મૃત્યુ થયું છે. અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી રીતે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં 43 વર્ષીય મહેન્દ્રભાઈ પ્રાગજીભાઈ રવેશિયા, 68 વર્ષીય સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયા, 37 વર્ષીય જીજ્ઞાબેન ઘનશ્યામભાઈ જોબનપુત્રા, 2 વર્ષીય રિયાંશ ઘનશ્યામભાઈ જોબનપુત્રા અને 46 વર્ષીય જાદવભાઈ રવજીભાઈ ભુડિયાનું કરૂણ મૃત્યુ થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોરબી-માળીયા હાઈવે પર કારનું ટાયર ફાટતા સર્જાયો ત્રિપલ અકસ્માત, એક જ પરિવારના માતા-પિતા, પુત્રી અને ભાણેજ સહિત 5 લોકોનાં કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*