લીમડી-અમદાવાદ હાઈવે પર બે કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…

Published on: 4:30 pm, Wed, 20 October 21

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે અકસ્માત ઝોનમાં આવતા અમદાવાદ-લીમડી હાઈવે પર ત્રિપલ અકસ્માતની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર લીમડાના દેવપરા ના પાટીયા નદી બે કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને લીમડી ની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી જ રહે છે.

જેમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે આજરોજ અકસ્માત ઝોનમાં આવતા લીમડી અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માત ની ઘટના બની હતી. અકસ્માતની જાણ થતા આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા આ ઉપરાંત અકસ્માતની જાણ થતા.

લીમડી પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત આ અકસ્માત કયા કારણોસર થયો છે હજુ તેની કોઇ ચોક્કસ જાણકારી સામે આવી નથી. અકસ્માતમાં બંને કાર રોડની સાઇડમાં પલટી ખાઈ ગઈ હતી. આ ઉપરાંત બન્ને કારમાં ભારે નુકસાન થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લીમડી-અમદાવાદ હાઈવે પર બે કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં સર્જાયો અકસ્માત, 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*