દિવાળીની સિઝનમાં હવે રસોડામાં બનશે તમારા મનગમતા ભોજન,ખાધતેલના ભાવમાં થયો મોટો ઘટાડો

Published on: 4:09 pm, Wed, 20 October 21

નવરાત્રિનો તહેવાર પૂર્ણ થવાની સાથે જ હવે લોકો દિવાળીના તહેવાર માટે ઉત્સાહિત થઇ રહ્યા છે. એક તરફ વધી રહેલી મોંઘવારી ના કારણે સામાન્ય માણસ હેરાન થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય તેલના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે.

દિવાળીના તહેવાર પહેલા મોદી સરકાર તેલના ભાવ ઘટાડા ને લઈને ખુશ ખબરી આપવા જઈ રહ્યા છે.કેન્દ્ર સરકારે રાજ્યોને આયાત શુલ્ક કાપનો લાભ ગ્રાહકોને આપવાનો આદેશ આપ્યો છે.આ પહેલા કેન્દ્ર સરકારે કાચા તેલ પર ની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવાનો નિર્ણય લીધો હતો.

સરકારે પામ ઓઇલ અને સન ફ્લાવર ઓઇલ પર એગ્રી સેસ અને કસ્ટમ ડયુટી ઘટાડી દીધી છે. સરકારે માર્ચ 2022 સુધી પામ, સોયાબીન અને સૂર્યમુખી તેલ ની ફૂડ જાતો પર કૃષિ સેસ ઘટાડ્યો છે.

આ ઉપરાંત તેમના પર કૃષિ સેસ આપવામાં આવ્યો છે.તહેવારોની સિઝન આવતી હોય ખાધતેલની વધુ જરૂરિયાત પડવાના કારણે સરકારનું આ એક મહત્વનું પગલું છે.ફૂડ પામ તેલ,સોયાબીન તેલ અને ફૂડ સૂર્યમુખી તેલ પર 5 ટકા કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દિવાળીની સિઝનમાં હવે રસોડામાં બનશે તમારા મનગમતા ભોજન,ખાધતેલના ભાવમાં થયો મોટો ઘટાડો"

Leave a comment

Your email address will not be published.


*