લૂંટારાઓએ લૂંટ કરવા માટે એક વૃદ્ધ મહિલા સાથે કર્યું એવું કે, ઘટના સાંભળીને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે…

Published on: 6:12 pm, Wed, 20 October 21

રાજસ્થાની એક ભયજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજસ્થાનના જયપુરમાં મંગળવારના રોજ એક વૃદ્ધ મહિલા નો જીવ લઈ લેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર લૂંટારાઓએ વૃદ્ધ મહિલાના બંને પગ તેના શરીર થી અલગ કરી દીધા હતા અને એક કિલોના ચાંદીના કડા લૂંટી ગયા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટનાને 20 કલાકથી પણ વધુ સમય વીતી ગયો છે પરંતુ હજુ કોઈ પણ આરોપી પકડાયો નથી. આરોપીની શોધમાં લગભગ ડોગ-સ્કવોડએ એક કિલોમીટર સુધી દૂર સર્ચ કર્યું છે. આ ઘટનાને લઇન FSLની ટીમે પણ તપાસ કરી છે.

આ ઘટનાને લઇને 100 જેટલા પોલીસકર્મીઓને જુદી જુદી ટીમોએ આરોપીઓને શોધવાની કામગીરી શરૂ કરે છે. આ ઘટનાને લઇને પોલીસ દ્વારા આસપાસના ગામમાં અને ગામમાં રહેતા દરેક વ્યક્તિની પૂછપરછ કરી છે. આ ઘટના બન્યા બાદ ગામમાંથી કોણ ગાયબ છે તેની પણ શોધખોળ પોલીસે શરૂ કરી છે.

આ ઘટનાને લઇને મહિલાના પરિવારના લોકોએ વૃદ્ધ મહિલાના પરિવારની ૧૫ લાખ રૂપિયાની આર્થિક વળતર અને પરિવારના એક સભ્યને નોકરી આપવાની માંગ મંગળવારના રોજ સાંજે થી જ શરૂ કરી દીધી હતી. અને આ ઉપરાંત જેમ બને તેમ જેટલી ઝડપે આરોપીને પકડવાની પણ માંગ કરી છે.

56 વર્ષીય ગીતાબેન દેવી આ ઘટનાનો ભોગ બન્યા હતા. મળતી માહિતી અનુસાર તેવો ખતેપુરના ચાવંડિયા ગામના રહેવાસી હતા. તેમના પતિનું નામ રામગોપાલ શર્મા છે. મળતી માહિતી અનુસાર તેઓ મંગળવારના રોજ સવારે લગભગ દસ વાગ્યાની આસપાસ ગાયો ભેંસોને ચરાવવા માટે ખેતરમાં ગયા હતા.

અને બપોરના એક વાગ્યાની આસપાસ ગામના લોકોને ગીતા દેવીનું મૃતદેહ ખેતરની નજીકથી મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લૂંટારાઓએ લૂંટ કરવા માટે એક વૃદ્ધ મહિલા સાથે કર્યું એવું કે, ઘટના સાંભળીને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે…"

Leave a comment

Your email address will not be published.


*