3 યુવકોએ મળીને દુકાનમાં બેઠેલા ખાતરના વેપારી ઉપર ગોળી ચલાવી, વેપારીનું દર્દનાક મોત… જુઓ વેપારીની જીવ લેવાની ઘટનાનો લાઈવ વિડિયો…

Published on: 10:39 am, Fri, 17 February 23

હાલમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં આરોપીએ ખાતરના વેપારી ઉપર ગોળી તેનો જીવ લઇ લીધો છે. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ જીવ લેવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે વેપારી પોતાની દુકાનની અંદર બેઠેલા જોવા મળી રહ્યા છે.

ત્યારે અચાનક જ ત્રણ યુવકો દુકાનની અંદર પ્રવેશે છે અને પોતાની પિસ્તોલ કાઢી લે છે. અને પછી વેપારી ઉપર ગોળી ચલાવીને તેમનો જીવ લઈ લે છે. સમગ્ર ઘટના બાદ વેપારીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર અજાણ્યા આરોપીઓએ ચારથી પાંચ ગોળી વેપારી ઉપર ચલાવી હતી અને ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આ ઘટના બિહારના અરરિયા માંથી સામે આવી રહી છે. આરોપીઓએ 36 વર્ષના ખાતરના વેપારી સંપત સાહ ઉપર ગોળીઓ ચલાવી હતી. જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે ગોળીનો અવાજ સંભળાયો ત્યારે આજુબાજુના દુકાનદારો આરોપીને પકડવા માટે દોડ્યા હતા.

લોકોને જોઈને ગુનેગારો બાઈક પર ફરાર થઈ ગયા હતા અને ડરના કારણે હવામાં પણ ચાર પાંચ વખત ગોળી ચલાવી હતી. આ ઘટના બનતા જ ભારે ભાગદોડ મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર ત્રણેય આરોપીઓ નંબર પ્લેટ વગરની બાઈક ઉપર આવ્યા હતા અને તે બાઈક ઉપર જ સવાર થઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટના બન્યા બાદ લોકો વેપારીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન વેપારીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ મૃતક વેપારીના પરિવારજનો માતમ છવાઈ ગયો હતો. વેપારીનો જીવ કયા કારણોસર લેવામાં આવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "3 યુવકોએ મળીને દુકાનમાં બેઠેલા ખાતરના વેપારી ઉપર ગોળી ચલાવી, વેપારીનું દર્દનાક મોત… જુઓ વેપારીની જીવ લેવાની ઘટનાનો લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*