સુરતમાં પાટીદાર યુવકની અનોખી જાન..! દીકરના પિતા જમાઈની જાન લઈને માંડવે પહોંચ્યા, કન્યાદાન દીકરીના માતા-પિતાએ નહીં પરંતુ… આખા ગુજરાતમાં થઈ રહી છે વાહ વાહ…

Published on: 11:06 am, Fri, 17 February 23

સમગ્ર ગુજરાતમાં ચારેય બાજુ લગ્નની સીઝન ચાલી રહે છે. ત્યારે ડાયમંડની સીટી સુરતમાં યોજાયેલા એક અનોખા લગ્નની ચર્ચાઓ હાલમાં ચારેય બાજુ ચાલી રહી છે. આ લગ્નમાં લગ્નના બે મહત્વના રીતિ રિવાજ એવી રીતે કરવામાં આવ્યા કે સાંભળીને તમે પણ આચાર્યચકિત થઈ જશો. મિત્રો તમને જણાવી દઈએ કે આ લગ્નમાં વરરાજાની જાન તેના માતા પિતાએ નહીં, પરંતુ દુલ્હનના માતા પિતાએ કાઢી હતી.

દુલ્હનના માતા પિતા પોતાના જમાઈની જાન લઈને માંડવે પહોંચ્યા હતા. આ દ્રશ્યો જોઈને લગ્નમાં હાજર તમામ મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પછી જ્યારે લગ્ન મંડપમાં કન્યાદાનનો સમય આવ્યો ત્યારે દુલ્હનના માતા-પિતાએ કન્યાદાન ન કર્યું. પરંતુ સાસરિયાંઓએ પિયર પક્ષ બનીને કન્યાદાન કર્યું હતું.

વરરાજાના માતા-પિતાએ દુલ્હનને પોતાની દીકરી ગણીને કન્યાદાન કર્યું હતું. વિગતવાર વાત કરીએ તો, દુલ્હનના માતા પિતાએ વરરાજાની જાન કાઢી અને વરરાજાના માતા પિતાએ કન્યાદાન કર્યું હતું. આ અનોખા લગ્ન જોઈને લગ્નમાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એટલું જ નહીં પરંતુ દુલ્હનના જેઠે મોટાભાઈ બનીને આવ્યા હતા.

વિગતવાર વાત કરીએ તો મૂળ સૌરાષ્ટ્રના બબેલ પીપળીયાના વતની અને વરાછામાં રહેતા રમેશભાઈ લક્ષ્મણભાઈ દુધાતના નાના દીકરા હાર્દિકના લગ્ન કુકાવાવના વતની લાલજીભાઈ લક્ષ્મણભાઈ ઠુંમરની દીકરી મહેશ્વરી સાથે થયા હતા. કન્યાના માતા પિતા ભાવનાબેન અને લાલજીભાઈ ઠુંમરને સંતાનમાં માત્ર એક દીકરી જ હતી.

તેમને દીકરો ન હતો. જેથી તેમનું દીકરાને પરણાવવાનું સપનું અધૂરું રહી ગયું હતું. ત્યારે બીજી બાજુ વરરાજાના પિતા રમેશભાઈ અને માતા કિરણબેનને દીકરી ન હતી. જેથી બંને પરિવારોએ મળીને અદલા બદલી કરી હતી. આ અદલા બદલીમાં દુલ્હનના માતા-પિતાએ જમાઈને પોતાનો દીકરો સમજીને તેની જાન કાઢી હતી. જ્યારે વરરાજાના માતા-પિતાએ દુલ્હનને પોતાની દીકરી સમજીને તેનું કન્યાદાન કર્યું હતું.

એટલે કે પિયર પક્ષના લોકોએ સાસરિયાનું કામ કર્યું હતું અને સાસરિયા પક્ષના લોકોએ પિયર પક્ષનું કામ કર્યું હતું. આ અનોખો કિસ્સો સામે આવતા જ હવે એવું લાગી રહ્યું છે કે સમાજ હવે બદલાઈ રહ્યો છે. એ પરિવારોએ આ અનોખા લગ્ન કરીને સમાજને નવી રાહ જિંદગી છે. હાલમાં આ અનોખા લગ્નની ચર્ચાઓ ગુજરાત રાજ્યમાં ચારેય બાજુ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં પાટીદાર યુવકની અનોખી જાન..! દીકરના પિતા જમાઈની જાન લઈને માંડવે પહોંચ્યા, કન્યાદાન દીકરીના માતા-પિતાએ નહીં પરંતુ… આખા ગુજરાતમાં થઈ રહી છે વાહ વાહ…"

Leave a comment

Your email address will not be published.


*