બાઇક પર જઇ રહેલા 2 મિત્રોને બસે અડફેટેમાં, બંનેના સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ – બંનેના બાળકો પિતા વગરના થઈ ગયા…

Published on: 2:45 pm, Fri, 29 April 22

હાલમાં બનેલી ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનામાં બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ જયપુર જિલ્લાના ચકસુમાં બની હતી. આ ઘટનામાં બે યુવાનોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં આજરોજ સારવાર દરમિયાન બંનેનું મૃત્યુ થયું છે. અકસ્માતની ઘટનામાં 40 વર્ષીય હીરાલાલ અને 35 વર્ષીય રાજેશનું કરૂણ મૃત્યુ થયું હતું. બંને બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે ગરુડવાસી રોડ પાસ એક બસચાલકે તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

અકસ્માતમાં બંને યુવાનો બાઇક સાથે રોડ પર ફંગોળાઇ ગયા હતા. બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આસપાસના લોકોએ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે આજરોજ સારવાર દરમિયાન બંનેના હોસ્પિટલમાં કરુણ મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર હીરાલાલ ગુરૂવારના રોજ સાંજે સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું હતું.

જ્યારે રાજેશ પણ આજે સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. પોસ્ટમોર્ટમ થયા બાદ બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવશે. હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

મૃત્યુ પામેલા રાજેશને એક 4 વર્ષનો છોકરો અને સાત વર્ષની છોકરી છે. બંનેએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા હીરાલાલના મોટા પુત્રનું ગયા વર્ષે અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારે હવે હીરાલાલનું મૃત્યુ થતાં પરિવાર ભાંગી પડયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બાઇક પર જઇ રહેલા 2 મિત્રોને બસે અડફેટેમાં, બંનેના સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ – બંનેના બાળકો પિતા વગરના થઈ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*