કાર રિવર્સ લેતી વખતે 50 ફુટ ઉંડા કુવામાં પડી ગઈ, કારમાં સવાર પિતા અને બે દીકરાના કરૂણ મૃત્યુ – એક સાથે 3 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 3:12 pm, Fri, 29 April 22

હાલમાં બનેલી એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગુરૂવારના રોજ મોડી રાત્રે એક કાર કૂવામાં પડી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં શિક્ષક અને તેના બે દીકરાનો કરુણ મૃત્યુ થયા છે. અકસ્માત લગભગ ગુરૂવારના રોજ રાત્રે 9.45 વાગ્યાની આસપાસ બન્યો હતો. શિક્ષકો તેમના બંને પુત્રોને કારમાં બેસાડી ઘરે પરત ફરી રહયા હતા.

આ દરમિયાન રસ્તામાં અચાનક કારની સ્પીડ વચ્ચે જતાં કાર 50 ફુટ ઉંડા કુવામાં જઈને પડી હતી. કૂવાની અંદર 10 ફૂટ જેટલું પાણી ભરેલું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ભારે જહેમત બાદ કૂવામાંથી ત્રણેયના મૃતદેહ અને કારને બહાર કાઢી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માત ના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. મળતી માહિતી અનુસાર 40 વર્ષીય હેમાંશુ તિવારીનો પરિવાર મુડીતોરી વિસ્તારમાં રેલવે ટ્રેક પાસે ગોવિંદનગર કોલોનીમાં રહે છે. મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ રાત્રે હેમાંશુ તિવારી પોતાના 14 વર્ષીય પુત્ર નિત્યાંશુ અને 10 વર્ષીય પુત્ર ધનંજયને લઈને કારમાં શિકારપુર માધ્યમિક શાળાએ જવા નીકળ્યા હતા.

મળતી માહિતી અનુસાર હિમાંશુ તિવારીના ઘરની નજીક એક કૂવો છે. જ્યારે હિમાંશુ પોતાના બંને દીકરા સાથે ઘરે પરત ફર્યા ત્યારે કાર પાર્ક કરવા માટે કારણે રિવર્સ લીધી હતી. ત્યારે અચાનક કારની સ્પીડ વધી ગઈ અને કાર પાછળ કુવામાં પડી ગઈ. આ ઘટના બનતા જ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

તેમને આ ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ક્રેનની મદદથી કારને કુવામાંથી બહાર કાઢી હતી. કારની અંદરથી હિમાંશુ અને તેના બંને દીકરાઓ ના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

આ સમગ્ર ઘટનાને લઇને રોષે ભરાયેલા પરિવારજનોએ કુવાના માલિકને આ ઘટનાનો જવાબદાર ઠેરવ્યો હતો. પરિવારજનોનો આરોપ છે કે, કુવાના માલિકને ઘણી વખત કુવાની આજુબાજુ બાઉન્ડ્રી બનાવવાનું કહ્યું આવ્યું હતું. પરંતુ તેની કૂવાની આસપાસ બાઉન્ડ્રી બનાવી નહીં. જેને લીધે આ ઘટના બની છે. પોલીસે સમગ્ર ઘટનાને લઇને તપાસ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કાર રિવર્સ લેતી વખતે 50 ફુટ ઉંડા કુવામાં પડી ગઈ, કારમાં સવાર પિતા અને બે દીકરાના કરૂણ મૃત્યુ – એક સાથે 3 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*