2 દિવસ પહેલા ઘરેથી ગુમ થયેલી 20 વર્ષની યુવતીનું મૃતદેહ એવી જગ્યાએથી મળી આવ્યું કે… ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 10:50 am, Fri, 20 October 23

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ઘરેથી બે દિવસ પહેલા ગુમ થયેલી દીકરીનું મૃતદેહ એવી હાલતમાં મળી આવ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. ગત 17 ઓક્ટોબરના રોજ બપોરના સમયે એક 20 વર્ષની છોકરી અચાનક જ ઘરેથી ગુમ થઈ ગઈ હતી.

ત્યારે ગઈકાલે સાંજના સમયે યુવતીનું મૃતદેહ ગામના કૂવામાંથી મળી આવ્યું હતું. ઘટના બનતા જ ગામના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉપરાંત ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પછી યુવતીના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ દુઃખદ ઘટના મધ્યપ્રદેશના શિવપુરી માંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલી દીકરીનું નામ નંદિની હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી.

જાણવા મળી રહ્યું છે કે, નંદિનીના માતા-પિતા અને બહેન ખેતરમાં ગયા હતા અને બંને ભાઈ શાળાએ ગયા હતા. આ દરમિયાન તે ઘરે એકલી હતી. જ્યારે માતા પિતા સાંજના સમયે ઘરે આવ્યા ત્યારે દીકરી ઘરે હતી નહીં.

પછી પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી દીધી હતી. પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. એટલે છેવટે પરિવારના સભ્યો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા હતા.

ત્યારબાદ પોલીસે દીકરીની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારે ગઈકાલે દીકરીનું મૃતદેહ કુવામાંથી મળી આવ્યું હતું. હાલમાં તો યુવતીના મૃત્યુનો કોઈ પણ કારણ સામે આવ્યું નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "2 દિવસ પહેલા ઘરેથી ગુમ થયેલી 20 વર્ષની યુવતીનું મૃતદેહ એવી જગ્યાએથી મળી આવ્યું કે… ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*