ગણેશ ઉત્સવના કાર્યક્રમમાં સ્ટેજ પર ડાન્સ કરી રહેલા, યુવકનું અચાનક થયું કરુણ મૃત્યુ…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો

Published on: 4:42 pm, Thu, 8 September 22

મિત્રો આપણું મૃત્યુ ક્યારે અને કયા સમયે આવે તે આપણને પણ ખબર હોતી નથી. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં એક યુવકનું ડાન્સ કરતા કરતા મૃત્યુ થાય છે. થોડા દિવસો પહેલા જ આવી બે ઘટનાઓ બની હતી અને આ ત્રીજી એવી ઘટના છે જેમાં ડાન્સ કરતા કરતા યુવકનું મૃત્યુ થાય છે.

આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ડાન્સ કરતો યુવક અચાનક ડાન્સ કરતો કરતો ઢળી પડે છે અને તેનું મૃત્યુ થાય છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના બુધવારના રોજ બુધવારે જમ્મુના બિશ્નાહ વિસ્તારમાં બની હતી. અહીં સ્ટેજ પર ડાન્સ કરતી વખતે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના ગણેશ ઉત્સવના કાર્યક્રમમાં બની હતી. 20 વર્ષનો કલાકાર યોગેશ ગુપ્તા નામનો યુવક છોકરીની વેશભૂષા પહેરીને ઓમ નમઃ શિવાય પર પર્ફોમન્સ કરી રહ્યો હતો. જ્યારે તે પોતાનું પ્રફોમન્સ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેની તબિયત લથડી ગઈ હતી. જેના કારણે તે લથળીયા ખાવા લાગ્યો હતો અને જ્યોત જોતા માટે લોકોની નજર સામે સ્ટેજ પર ઢળી પડ્યો હતો.

આ દ્રશ્ય જોઈને ત્યાં બેઠેલા લોકોને એવું લાગ્યું કે તેનું પડી જવું તે તેના પરફોર્મન્સ નો એક ભાગ હશે. થોડીક વાર થઈ ગઈ પરંતુ તેને હલનચલન ન કર્યું તેથી આસપાસના લોકો તાત્કાલિક તેની પાસે પહોંચી આવે છે. ત્યારબાદ મ્યુઝિક બંધ કરી દેવામાં આવે છે અને યુવકને સારવાર માટે તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવામાં આવે છે. પરંતુ ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું.

આ ઘટનાની જાણ મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોને થતા પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ડાન્સ કરતી વખતે અચાનક હાર્ટ એટેક આવવાના કારણે યુવકનું મૃત્યુ નીપજ્યું છે. હાલમાં સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પહેલા પણ આવી જ એક ઘટના એક સપ્ટેમ્બરના રોજ બની હતી જેમાં એક વ્યક્તિ જન્મ દિવસમાં પાર્ટી પર ડાન્સ કરતી વખતે જમીન પર ઢળી પડે છે. આ વ્યક્તિનું પણ હાર્ટ એટેક આવવાના કારણે જ મૃત્યુ થયું હતું. જ્યારે ત્રણ સપ્ટેમ્બરના રોજ બીજી એક ઘટના બની હતી તેમાં સ્ટેજ પર હનુમાનજીનું પાત્ર ભજવી રહેલા યુવકને અચાનક હાર્ટ એટેક આવવાના કારણે તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગણેશ ઉત્સવના કાર્યક્રમમાં સ્ટેજ પર ડાન્સ કરી રહેલા, યુવકનું અચાનક થયું કરુણ મૃત્યુ…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*