માં-બાપ વગરની દીકરીએ પોતાના પ્રેમી સાથે સાગના ઝાડ પર ગળાફાંસો ખાઈને જીવનનો ટૂંકાવ્યું, આ દ્રશ્યો જોઈને ગામના લોકોની ચીસો નીકળી ગઈ…

Published on: 4:58 pm, Thu, 8 September 22

તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં પ્રેમ સંબંધમાં પ્રેમી પંખીડાઓ જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે ઘોઘંબા તાલુકાના પલ્લી ગામની બાજુમાં આવેલા મોરિયા ડુંગરા ઉપર એક યુવતી અને યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. યુવક અને યુવતીનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

બંનેના મૃતદેહને નીચે ઉતારીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલી યુવતીને માં બાપ વગરની હતી અને તે ઘોઘંબા ખાતે રહેતી હતી. જ્યારે મૃત્યુ પામેલો યુવક દાઉદ્વા ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છ. ઘોઘંબા નજીક આવેલા મોરિયા ડુંગરા ઉપરના જંગલમાં શાળાએ જતા બાળકોએ સાગના ઝાડ પર એક યુવક અને યુવતીનું મૃતદેહ લટકતે હાલતમાં જોયું હતું.

મળતી માહિતી અનુસાર જંગલ નજીકથી પસાર થતી વખતે બાળકોને મોબાઇલની રીંગ સંભળાઈ હતી તેથી બાળકો આમ તેમ જોવા લાગ્યા હતા. આ દરમિયાન સાગના ઝાડ ઉપર એક યુવક અને યુવતીનું મૃતદેહ દેખાયું હતું. આ દ્રશ્યો જોઈને બાળકો ખૂબ જ ડરી ગયા અને બાળકો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.

અને આ વાતની જાણ ગામના લોકોને કરી હતી. ઘટનાની માહિતી મળતા મોટી સંખ્યામાં ગામના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ દ્રશ્યો જોઈને ગામના લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ તેમને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

ઘટના સ્થળે પહોંચીને બંનેના મૃતદેહને નીચે ઉતાર્યા હતા અને જરૂરી કાર્યવાહીઓ શરૂ કરી દીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલી યુવતીના મા-બાપ ન હતા. યુવતી પર તેની નાની ત્રણ બહેનોની જવાબદારી હતી. યુવતીના મૃત્યુના કારણે ત્રણ નાની દીકરીઓ અનાથ થઈ ગઈ છે.

યુવક અને યુવતી બંને સગીર હતા. બંને એકબીજાને પ્રેમ કરતા હતા. બંને અલગ અલગ સમાજના હતા એટલે તેમના લગ્ન નહીં થાય એવા ડરના કારણે બંને પોતાનું જીવન ટૂંકાવવાનો ફેંસલો કર્યો હતો તેવું સામે આવી રહ્યું છે. આ ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં-બાપ વગરની દીકરીએ પોતાના પ્રેમી સાથે સાગના ઝાડ પર ગળાફાંસો ખાઈને જીવનનો ટૂંકાવ્યું, આ દ્રશ્યો જોઈને ગામના લોકોની ચીસો નીકળી ગઈ…"

Leave a comment

Your email address will not be published.


*