પાકિસ્તાની સમર્થકોને અફઘાની મેચ દર્શકોએ બરાબરનો મેથીપાક આપ્યો…

Published on: 4:20 pm, Thu, 8 September 22

મિત્રો એશિયા કપની સિઝન હવે ખૂબ જ રોમાંચક મોડ પર પહોંચી ગઈ છે. ઇન્ડિયા અને અફઘાનિસ્તાન એશિયા કપના ફાઇનલ માંથી બહાર થઈ ગયા છે. હવે પાકિસ્તાન અને શ્રીલંકા ફાઇનલ રમશે. ત્યારે ગઈકાલે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના મેચ દરમિયાન એક ખૂબ જ શરમજનક હરકત જોવા મળી હતી.

પાકિસ્તાને કાલે અફઘાનિસ્તાનને હરાવી દીધું હતું. અફઘાનિસ્તાન અને હરાવ્યા બાદ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે પાકિસ્તાનના દર્શકો પણ વધારે પડતા જોશમાં આવી ગયા હતા. ત્યારબાદ સ્ટેડિયમમાં મોટી બબાલે થઈ ગઈ હતી. મિત્રો કાલે છેલ્લી ઓવર સુધી મેચ પહોંચી હતી.

છેલ્લી ઓવરમાં પાકિસ્તાનના ખેલાડીએ બે છગ્ગા લગાવીને પોતાની ટીમને જીતાડી હતી. ત્યારબાદ પાકિસ્તાનના ખેલાડીઓ ખૂબ જ જોશમાં પોતાની જીતનું સેલિબ્રેશન કરી રહ્યા હતા. પાકિસ્તાનના ખેલાડીઓ સાથે દર્શકો પણ જીતનું સેલિબ્રેશન કરી રહ્યા હતા.

આ દરમિયાન સ્ટેડિયમમાં પાકિસ્તાનના દર્શકો અને અફઘાનિસ્તાનના દર્શકો વચ્ચે ભારે બબાલ થઈ ગઈ હતી.પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે સ્ટેડિયમની ખુરશીઓ ઉખાડીને બંને એકબીજા ઉપર ફેકવા લાગ્યા હતા. આ ઘટનાનો વિડીયો હાલના સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે, અફઘાનિસ્તાનના દર્શકો ખુરશીઓ ઉખાડીને પાકિસ્તાનના દર્શકો ઉપર ફેંકી રહ્યા છે. તમે જોઈ શકો છો કે બંને બાજુથી એકબીજા ઉપર ખુરશીઓ ફેકવામાં આવી રહી છે. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ ઉપરાંત બીજી એક શરમજનક ઘટના મેદાન ઉપર બની હતી. આ ઘટનામાં જ્યારે અફઘાનિસ્તાનનો એક બોલર પાકિસ્તાનના ખેલાડીની વિકેટ લે છે. ત્યારે ગુસ્સામાં ભરાયેલો પાકિસ્તાનનો ખેલાડી અફઘાનિસ્તાનના બોલર ઉપર બેટ વડે પ્રહાર કરવાનો પ્રયાસ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પાકિસ્તાની સમર્થકોને અફઘાની મેચ દર્શકોએ બરાબરનો મેથીપાક આપ્યો…"

Leave a comment

Your email address will not be published.


*