સુરતમાં દીકરી ગ્રીષ્માનો જીવ લેનાર આરોપી ફેનીલ ગોયાણીને શું કોર્ટ આવતીકાલે સંભળાવશે સજા? તમે કહો શું સજા મળવી જોઈએ…

Published on: 6:51 pm, Fri, 15 April 22

સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરા વિસ્તારમાં ફેનીલ ગોયાણી નામના યુવકે એકતરફી પ્રેમમાં પાગલ બનીને ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો જાહેરમાં તેના પરિવારજનો સામે જીવ લઇ લીધો હતો. આ ઘટના બન્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી અને સમગ્ર ઘટનાને લઇને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.

6 એપ્રિલના રોજ બન્ને પક્ષોની અંતિમ દલીલો પૂર્ણ થઈ હતી. આ કેસમાં વધુ સુનાવણી કોર્ટે 16 એપ્રિલના રોજ જાહેર કરી હતી. સરકારી પક્ષ દ્વારા આરોપી ફેનીલ ગોયાણી અને કડકમાં કડક સજા થાય તે માટે માંગ કરવામાં આવી છે. શું આવતીકાલે કોર્ટે આરોપી ફેનીલને સજા સંભળાવશે?

મળતી માહિતી અનુસાર અંતિમ દલીલોમાં સરકારી પક્ષ દ્વારા ત્રણ દિવસ દલીલો કરવામાં આવી હતી. દલીલોમાં કહેવામાં આવ્યું હતું કે દીકરીનો જીવ ઉશ્કેરાટમાં નથી લેવામાં આવ્યો, આરોપીએ પૂર્વ તૈયારી સાથે દીકરીનો જીવ લીધો છે.

આ ઉપરાંત સરકારી પક્ષે કહ્યું હતું કે, સમાજ યુવાન પાસે આવી અપેક્ષા રાખે છે કે જે અન્યને ઈજા પહોંચાડે અને જીવ લે ? આ રકતથી સમાજમાં એક ખોટો સંદેશો જાય છે. જ્યારે બચાવ પક્ષ દ્વારા અંતિમ અને કાઉન્ટર દલીલો કરવામાં આવી હતી કે, આરોપી ફેનીલ જાણીને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે.

આરોપીને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર સાત દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ ઉપરાંત બચાવપક્ષ દ્વારા કોર્ટમાં જણાવવામાં આવ્યું કે, તપાસ અધિકારીઓ દ્વારા મીડિયામાં કરેલા નિવેદન બાદ સમાજમાં આરોપી ફેનીલ ગોયાણીના વિરુદ્ધમાં વાતાવરણ ઊભું થઈ ગયું હતું.

આ કારણોસર કોઈ આરોપી ફેનીલ ગોયાણીના તરફેણમાં જુબાની આપવા માટે તૈયાર નથી. આવતીકાલે કોર્ટે આરોપી ફેનીલ ગોયાણીને સજા સંભળાવી શકે છે? તમે જ કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ કરીને કહો કે આરોપી ફેનીલ ગોયાણીને શું સજા મળવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં દીકરી ગ્રીષ્માનો જીવ લેનાર આરોપી ફેનીલ ગોયાણીને શું કોર્ટ આવતીકાલે સંભળાવશે સજા? તમે કહો શું સજા મળવી જોઈએ…"

Leave a comment

Your email address will not be published.


*