પત્નીએ બેલ્ટ વડે ગળું દબાવીને પતિનો જીવ લઈ લીધો, જીવ લેવાનું કારણ જાણીને તમે પણ ચોકી ઉઠશો – જાણો સમગ્ર ઘટના

Published on: 5:35 pm, Tue, 21 June 22

આજકાલ જીવન ટૂંકાવવાની અને જીવ લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે, જેમાં નાની નાની બાબતમાં લોકો એકબીજાનો જીવ લઈ લેતા હોય છે. ત્યારે હાલમાં તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં પૈસાની બાબતમાં માથાકૂટ થતા પત્નીએ બેલ્ટ વડે ગળુ દબાવીને પતિનો જીવ લઇ લીધો હતો.

આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના રાજસ્થાનના બાડમેરમાં બની હતી. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. સંબંધીઓનું કહેવું છે કે, રૂમમાં પહોંચ્યા ત્યારે તેમના દીકરાનું મૃતદેહ જમીન પર પડેલું જોવા મળ્યું હતું અને પુત્રવધૂ મૃતદેહ પાસે ઊભી હતી.

સમગ્ર ઘટનાને લઇને મૃતક યુવકના પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે, મંગળવારના રોજ રાત્રે તેમના પુત્ર અનિલ કુમાર અને તેની પત્ની મંજુ વચ્ચે માથાકુટ થઇ હતી. ત્યારે મંજુએ ગળું દબાવીને અનિલ કુમારનો જીવ લઈ લીધો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા અનિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. આ ઘટના મંગળવારના રોજ મોડી રાત્રે બની હતી. પોલીસનું કહેવું છે કે, અનિલ કુમાર ઓછું કમાતા હતા.

આ કારણોસર અનિલ કુમાર અને તેની પત્ની મંજુ વચ્ચે માથાકૂટ થતી હતી. આ ઘટનાના દિવસે પતિ અને પત્નીએ બંને નશો કર્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે માથાકૂટ થઇ ગઇ હતી. ગુસ્સામાં આવીને પત્નીએ પોતાના પતિનો જીવ લઇ લીધો હતો. આરોપી પત્નીની પુછપરછ દરમ્યાન તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

ત્યારબાદ પોલીસે આરોપી પત્ની મંજુને કસ્ટડીમાં લઇ લીધી હતી. આ કેસના તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર ઘટનાને લઇને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પત્નીએ બેલ્ટ વડે ગળું દબાવીને પતિનો જીવ લઈ લીધો, જીવ લેવાનું કારણ જાણીને તમે પણ ચોકી ઉઠશો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*