ઘરેણા માટે માતાએ 3 મહિનાની માસૂમ દીકરી સાથે કર્યું એવું કે, દીકરીનું કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 5:04 pm, Tue, 21 June 22

હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. એક માતાએ ઘરેણા માટે પોતાની 3 વર્ષની માસૂમ દીકરીનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મહિલાએ પોતાની 3 મહિનાની માસૂમ દિકરીને ગુસ્સામાં આવીને દીવાલ સાથે ભટકાડી હતી.

આ કારણોસર દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી માતાની ધરપકડ કરી લીધી હતી.

મળતી માહિતી અનુસાર કોર્ટના આદેશ પર તેને 15 દિવસ માટે જેલમાં મોકલી દેવામાં આવી છે. આ દર્દનાક ઘટના ધૌલપુરના મનિયા વિસ્તારની છે. 28 વર્ષીય ચંચલ નામની મહિલા ના લગ્ન એક વર્ષ પહેલા કૃષ્ણકુમાર નામના યુવક સાથે થયા હતા. મળતી માહિતી અનુસાર લગ્ન દરમિયાન મળેલી ચંચલના દાગીના કૃષ્ણએ પોતાની પાસે રાખ્યા હતા.

મળતી માહિતી અનુસાર 16 મી જુનના રોજ ચંચલએ પોતાના પતિ કૃષ્ણ પાસેથી ઘરેણા માંગ્યા હતા. ત્યારે કૃષ્ણે ઘરેણા આપવાની ના પાડી હતી, આ બાબતને લઈને બંને વચ્ચે માથાકૂટ થઇ ગઇ હતી. છેવટે કૃષ્ણએ ચંચલને તેના ઘરેણાં આપી દીધા હતા. તેમ છતાં પણ ચંચલનો ગુસ્સો સમાયો નહીં.

તેથી તેને પોતાની ખોળામાં બેઠેલી ત્રણ વર્ષની દીકરી શિલ્પાને દિવાલ પર અથડાવી હતી. આ કારણોસર શિલ્પા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 17 જુનના રોજ શિલ્પાનું કરૂણ મૃત્યુ થયું હતું.

18 જૂનના રોજ કૃષ્ણકુમારએ પોતાની પત્નીની વિરુદ્ધમાં જીવ લેવાનો ગુનો નોંધાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી માતાની ધરપકડ કરી હતી. ત્યાર બાદ સોમવારના રોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોટે તેને 15 દિવસની કસ્ટડીમાં મોકલી આપી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરેણા માટે માતાએ 3 મહિનાની માસૂમ દીકરી સાથે કર્યું એવું કે, દીકરીનું કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*