રોપવે માં ખામી આવી જતા 11 લોકોના જીવ હવામાં જ અટવાયા, 5 કલાક બાદ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા – જુઓ રેસ્ક્યુનો વિડીયો…

Published on: 6:02 pm, Tue, 21 June 22

આજે આપણી સમક્ષ હિમાચલ પ્રદેશથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે.આ હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના પરવાણુ સ્થિત ટિમ્બર ટ્રેલ રોપ-વેમાં 11 લોકો ફસાયા હતા. જેમના માટે આ રોપ-વે જોખમરૂપ બની ગયો અને વાત કરીશું તો આ ટ્રોલી પાંચ કલાકથી વધુ સમય સુધી એ હવામાં લટકી રહ્યાં.

જેથી રહેલા 11 લોકોને સહીસલામત પોતાના સ્થળે પહોંચાડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવશે. વાત જાણે એમ છે કે સોલન જિલ્લાનાં પ્રશાસન અને ટેકનિકલ સ્ટાફની મદદથી એ ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત જગ્યા એ પહોચાડવામાં આવ્યા હતા. જેનાથી સૌ કોઈ લોકો ની જાન બચી ગઈ.

રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ફસાયેલા લોકોને સહીસલામત પહોંચાડવામાં આવ્યા. આ રોપ-વે નો ઉપયોગ લગભગ પ્રવેશદ્વાર 800 મીટર દૂર પહાડી પર હોટલ આવેલી છે.તેથી હોટેલ પર લોકો રોપ-વે દ્વારા પહોંચે છે. જ્યારે રોપ-વેમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા, ત્યારે એ બધા જ લોકો ના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી.

એવામાં આ બધા લોકોને ઝડપથી સુરક્ષિત રીતે કાઢવાના નિર્દેશ પણ ત્યાંના મુખ્યમંત્રી એવા જયરામ ઠાકુરે જણાવ્યા. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન રોપ-વે ની પાસે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ ગયા હતા.જ્યાં ત્યાંથી આ રોપ-વેથી જમીન 120 મીટર દૂર હતી.

આ રોપ-વે વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો સોમવારના દિવસે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ આ ટ્રોલીમાં ટેકનિકલ પ્રોબ્લેમ આવી જતાંની સાથે આ ટ્રોલી ખરાબ થઈ ગઈ હતી અને હવામાં લટકી રહી હતી. તેથી તરત જ તેમાં બેસેલા લોકોને બચાવવા માટે અને તેમને દોરાથી ઉતારીને રેસ્ક્યુ કરાયા. એવામાં વાત કરીશ તો તેમાં બેસેલા બધા જ લોકો ગભરાઇ ગયા હતા અને ઝડપથી બધાને રેસ્ક્યુ કરાયા.

આ ટ્રોલીમાં બેસેલા બધા જ વ્યક્તિ દિલ્હીના હોવાનું જાણવા મળ્યું છે. તો તેમાં કેટલાક લોકો વૃધ્ધ હતા. તેથી એવા મોટી ઉંમરના લોકોને દોરડાની મદદથી નીચે ઉતરવું ખૂબ જ મુશ્કેલી બની ગયું હતું, ત્યારે NDRFની ટીમે રેસ્ક્યૂ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા અને સમયસર બધા જ લોકોને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રોપવે માં ખામી આવી જતા 11 લોકોના જીવ હવામાં જ અટવાયા, 5 કલાક બાદ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા – જુઓ રેસ્ક્યુનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*