અમરેલીમાં રમતા-રમતા એક જ પરિવારના 3 બાળકો પાણીના ખાડામાં ડૂબી ગયા, ત્રણેય બાળકોને કરૂણ મૃત્યુ – માતા-પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા…

Published on: 4:04 pm, Mon, 27 June 22

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાણીમાં ડૂબવાના કારણે ત્રણ બાળકોના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. આ દુઃખદ ઘટના અમરેલી તાલુકાના ખડ ખંભાળિયામાં આવેલી એક વાડીમાં બની હતી. વાડીમાં કામ કરતા શ્રમિક પરિવારના ત્રણ બાળકો રમતા રમતા પાણીના ખાડામાં ડૂબી ગયા હતા.

આ કારણોસર ત્રણે બાળકોના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકોમાં બે બાળકો અને એક બાળકીનો સમાવેશ થાય છે.

મૃત્યુ પામેલા ત્રણેય બાળકો એક જ પરિવારના હતા. આ ઘટનામાં 10 વર્ષીય નિલેશ માનસિંગ પારધી, 5 વર્ષીય સમીર રાકેશભાઈ પારધી અને 7 વર્ષે મીનાક્ષી રાકેશભાઈ પારધીનું કરૂણ મૃત્યુ નિપજયુ છે. મળતી માહિતી અનુસાર રમતા રમતા ત્રણેય પાણીના ખાડામાં પડી ગયા હતા.

આ ઘટના બનતા જ આસપાસના લોકો અને પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. તેઓએ ભેગા મળીને ત્રણેય બાળકોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા હતા.

એક જ પરિવારના ત્રણ બાળકોના મૃત્યુ થતા પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનાનો ભોગ બનનારઓ પરિવાર રાજસ્થાનનો હોવાનું જાણવા મળી. આ ઘટનાની જાણ થતા અમરેલી તાલુકા પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

મૃત્યુ પામેલા ત્રણેય બાળકોના માતા-પિતા હોસ્પિટલમાં ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાને લઇને વાડીના માલિકે જણાવ્યું કે, હું બહારગામ ગયો હતો. આ લોકો તેમના ઝૂંપડે થી આવતા હતા. આ દરમિયાન રમતા રમતા તેમના ત્રણેય બાળકો ડૂબી ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમરેલીમાં રમતા-રમતા એક જ પરિવારના 3 બાળકો પાણીના ખાડામાં ડૂબી ગયા, ત્રણેય બાળકોને કરૂણ મૃત્યુ – માતા-પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા…"

Leave a comment

Your email address will not be published.


*