આ ગામમાં મંદિર બનાવવા માટે પૈસા ખૂટતા હતા, ત્યારે અચાનક જ એક સંત ગામમાં આવ્યા અને 20 લાખ રૂપિયા…

Published on: 6:35 pm, Thu, 3 November 22

ઘણા લોકો મોહમાયા છોડીને સન્યાસી જીવન જીવવાનો પસંદ કરતા હોય છે, ત્યારે આજે આપણે એક એવી ચમત્કારી વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક સન્યાસીએ ગરીબ લોકોને મદદ કરી અને સમાજ સેવાનું કાર્ય કર્યું. વિસ્તૃતમાં વાત કરું તો આ સંતનું નામ શ્રી સીયારામ બાબા છે.

આ શ્રી સીયારામ બાબા અમુક અમુક સમયાંતરે તેમનો આજુબાજુ રહેતા ગામની મુલાકાત લે છે અને હમણાં જ દિવાળીના સમયમાં પણ તેમને જામગેટ ગામમાં પધરામણી કરી, ત્યારે તેમણે ત્યાં ભક્તોને પ્રવચન પણ આપ્યું હતું અને એવામાં જ અચાનક એક ભક્ત તેમની પાસે આવીને.

તેમને કહ્યું કે બાબા અમે અમારા ગામમાં શિવ પાર્વતી નું એક મંદિર બનાવવા માંગીએ છીએ. આ મંદિર બનાવવા પાછળ અમે ગામમાંથી ઘણો ફાળો પણ ઉઘરાવ્યો છે. છતાં હજુ આ મંદિર માટે થોડા પૈસા ખૂટી રહ્યા છે, ત્યારે બાબાએ તરત જ ભક્તને પોતાની પાસે બોલાવ્યો અને એ ભક્તને કહ્યું કે પેલી બેગ પડી એ મારી પાસે લેતા આવો.

ત્યારે યુવકે એ બેગ લઈને બાબાજી પાસે ગયો ત્યારે એ બેગ ખોલવા બાબાએ એ ભક્તને કહ્યું. ફક્ત એ બેગ ખોલી તો તેમાં પૈસા ભરેલા હતા અને ગામના લોકો દ્વારા એ પૈસાની ગણતરી કરવામાં આવી તો પૂરા 20 લાખ રૂપિયા હતા.

ત્યારે ગામના સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત પણ થઈ ગયા હતા અને એ બાબાનો ગ્રામજનોએ આભાર પણ માન્યો હતો. આ બાબાએ ગામના મંદિર માટે થોડા રૂપિયા પેટમાં આપ્યા તો ગ્રામજનો પણ રાજી થઈ ગયા હતા અને તેમણે એક સમાજસેવા નું કાર્ય પણ કર્યું અને ગામના શુભકામ માટે પૈસા આપીને સારું એવું કાર્ય કર્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ ગામમાં મંદિર બનાવવા માટે પૈસા ખૂટતા હતા, ત્યારે અચાનક જ એક સંત ગામમાં આવ્યા અને 20 લાખ રૂપિયા…"

Leave a comment

Your email address will not be published.


*