કિર્તીદાન ગઢવીએ ગાયેલ ગીત પર ચૈત્રી નવરાત્રીમાં બે ગુજરાતી યુવતીએ લંડનમાં કર્યો તલવાર રાસ, જુઓ ખાસ વિડીયો…

Published on: 11:14 am, Thu, 18 April 24

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો એ વાતની સાબિતી આપે છે કે આજના સમયમાં યુવા પેઢી આપણી પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખેલ છે

અને સૌથી ખાસ વાત તો એ છે કે વિદેશમાં વસવાટ કર્યા બાદ પણ આપણી પરંપરાનું જતન કરી રહ્યા છે અને હાલમાં ચેત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે વિદેશમાં રહેતી બે યુવતી હોય અનોખી રીતે માતાજીની આરાધના કરી છે.

કિર્તીદાન ગઢવી સાથે યાત્રી અને કરિશ્મા નામની બે ગુજરાતી યુવતીએ કોલોબ્રેશનમાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓએ લખ્યું છે કે ચૈત્રી નવરાત્રીમાં લંડન ની યુવા સ્ત્રી શક્તિ દ્વારા માં શક્તિની આરાધના.

 

View this post on Instagram

 

A post shared by Yati / London (@yatii_mehta)

કિર્તીદાન ગઢવી ના સુરીલા કંઠે ગવાયેલ મોગલ રમવા આવે આરાધના પર આ બંને યુવતીએ લંડન ટાવર ક્લોકના પરિસરમાં તલવાર રાસ કર્યો હતો અને ખરેખર આ વીડિયો જોઈને તમારો દિવસ બની જશે

કારણકે માતાજીની આરાધના રૂપે કરાયેલ તલવાર રાસ સૌ કોઈની દિવ્યતા અનુભવી હતી. આ વિડીયો હાલમાં લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે અને શેર કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "કિર્તીદાન ગઢવીએ ગાયેલ ગીત પર ચૈત્રી નવરાત્રીમાં બે ગુજરાતી યુવતીએ લંડનમાં કર્યો તલવાર રાસ, જુઓ ખાસ વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*