સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા ઉચ્ચતમ સપાટીએ,જાણો કપાસ નો નવો ભાવ…

Published on: 4:30 pm, Tue, 30 April 24

ખેડૂત પુત્રો આ વર્ષે તમારા માટે ખુશીના સમાચાર છે કારણ કે આ વર્ષે પણ ખેડૂતોને પૂરતા તો ના કહી શકાય પરંતુ સંતોષકારક કપાસના ભાવ મળ્યા છે અને આજે અમને તે કપાસના રાજ્યની જુદી જુદી માર્કેટ યાર્ડ માં શું ભાવ ચાલી રહ્યા છે તેની વિશે માહિતી આપવાના પ્રયત્ન કરવાના છીએ.

સમગ્ર રાજ્યમાં સૌથી વધારે કપાસનો ભાવ સૌરાષ્ટ્રની રાજકોટ માર્કેટયાર્ડમાં બોલાયો છે અને ત્યાં કપાસનો મહત્તમ ભાવ 7875 જ્યારે સરેરાશ ભાવ 7625 અને ન્યૂનતમ ભાવ 6600 જોવા મળ્યો છે. અમદાવાદની ધંધુકા માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7440 જ્યારે સરેરાશ ભાવ 6220 અને ન્યૂનતમભાવ 5000 જોવા મળ્યો છે

ત્યારે સૌરાષ્ટ્ર બાજુ અમરેલીની સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં જોવામાં આવે તો ત્યાં કપાસનો મહત્તમ ભાવ 7405 સરેરાશ ભાવ 6703 અને ન્યૂનતમ ભાવ 6000 જોવા મળ્યો છે જ્યારે તમે ઉત્તર ગુજરાત મતલબ કે પાટણની સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં ભાવ જોવા જાવ તો

ત્યાં કપાસનો 7675 મહત્તમ વાવ જ્યારે સરેરાશ ભાવ 7212 અને ન્યૂનતમ વાવ 6750 જોવા મળ્યો હતો.જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 6900 સરેરાશ ભાવ 6430 અને ન્યૂનતમભાવ 5955.ભરૂચની જંબુસર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7000 સરેરાશ ભાવ 6700 અને ન્યૂનતમ ભાવ 6500 જોવા મળ્યો હતો

જ્યારે ઉત્તર ગુજરાતની મહેસાણાની વિસનગરમાં કપાસ નો ભાવ જોવા જોઈએ તો ત્યાં 7655 જ્યારે સરેરાશ ભાવ 6827 અને ન્યૂનતમ ભાવ 6000 છે અને ઉપરોક્ત જણાવેલ તમામ કપાસના ભાવ ક્વિન્ટલ દીઠ પ્રમાણે આપ્યા છે મતલબ કે તે 100 કિલોના ભાવ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા ઉચ્ચતમ સપાટીએ,જાણો કપાસ નો નવો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*