ભુક્કા બોલાવતી ઠંડીમાં રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલા, બે ખેડૂતોનો કાતિલ ઠંડીએ જીવ લીધો… બંનેના હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 5:17 pm, Tue, 31 January 23

આપણે જાણીએ છીએ કે હાલ સમગ્ર ગુજરાતમાં કડકડતી હાડથીજવતી ઠંડી પડી રહી છે ત્યારે આ હાડ થીજવતી ઠંડીમાં ઘણાય લોકોનું મોત થઈ ગયું હોય એવી ઘટનાઓ પણ સામે આવી છે. આજે આપણે એવી જ વાત કરીશું જેમાં અરવલ્લીના ટીંટોઇ ગામે રહેતા 57 વર્ષીય ખેડૂત લવજીભાઈ પટેલ ખેતરમાં પાણી વાળતા હતા.

તે દરમિયાન ઠંડીના લીધે મોત થયું હોય એવો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનાને લઈને સરકારની કિસાન સૂર્યોદય યોજના ફક્ત કાગળ પર હોય એવું ખેડૂતોનું જણાવવું છે અને હાલ તો ખેડૂતોમાં પણ ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. કાતિલ ઠંડીએ વધુ એક ખેડૂતનો ભોગ પણ લીધો છે.

વાત જાણે એમ છે કે અરવલ્લીના માલપુરમાં વહેલી સવારે ખેતરમાં પાણી વાળીને ઘરે પરત ફરતા હતા. ત્યારે ખેડૂતનું કરુણ મૃત્યુ થયું હતું અને ઠંડીના કારણે જીવ ગુમાવ્યો હોય એવું માનવામાં આવી રહ્યું છે. શિયાળામાં પડી રહેલી ઠંડીના કારણે આ ખેડૂતનું મોત થયું.

મૃત્યુ પામેલા ખેડૂતનું નામ લક્ષ્મણજી જીવાજી હતું અને તેમની ઉંમર 62 વર્ષની હતી. રાત્રે તેઓ પોતાની પત્ની સાથે પાણી વાળવા ખેતરે ગયા હતા. વહેલી સવારે જ્યારે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ઠંડીના કારણે તેમને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવો એક-બે નહીં પરંતુ ઘણા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં મૃત્યુનું કારણ કડકડતી ઠંડી બની રહી છે. આ બંને ઘટનાઓ થોડા દિવસ પહેલા બની હતી.

થોડા સમય પહેલા ની વાત કરીશું તો હાલ લગ્ન સિઝનમાં ઠેર ઠેર પાર્ટી પ્લોટ અને ફાર્મમાં લગ્ન સમારંભ ચાલી રહ્યા છે, એવામાં જ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક લગ્ન સમારંભમાં જમણવાર ચાલી રહ્યો હતો તે દરમિયાન અચાનક વરસાદ ખબકવાનું શરૂ થતા જમવા બેઠેલા લોકોમાં નાશ ભાગ મચી ગઈ હતી.

કહેવાય છે કે ગુજરાતમાં વાતાવરણમાં એકાએક પલટો આવતા કરા સાથે કમોસમી વરસાદ પણ અમદાવાદમાં ખાબક્યો હતો, તો બીજી બાજુ વાતાવરણમાં પલટાના કારણે ખેડૂતોને પણ ખેતરમાં વાવેલા પાકને ખૂબ જ નુકસાન પણ થઈ રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભુક્કા બોલાવતી ઠંડીમાં રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલા, બે ખેડૂતોનો કાતિલ ઠંડીએ જીવ લીધો… બંનેના હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*