સુરતમાં ભૂરી ડોન પછી હવે માર્કેટમાં આવી ભાવિકા લેડી ડોન..! ચપ્પુ લઈને જાહેર રોડ ઉપર ભાવિકા લેડી ડોને કરી માથાકૂટ… જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

Published on: 5:02 pm, Tue, 31 January 23

સુરત શહેરમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વો નો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. મિત્રો તમને બધાને ખબર હશે કે સુરત શહેરમાં ભૂરી ડોન પોતાની ગુંડાગીરી માટે જાણીતી છે. ત્યારે હવે સુરતની એક બીજી લેડી ડોન સામે આવી છે. આ લેડી ડોનનું નામ ભાવિકા છે. ભાવિકા ધારદાર વસ્તુ લઈને જાહેર રોડ ઉપર માથાકૂટ કરતી હોવાનો વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વિડીયો વાયરલ થયા બાદ પોલીસે લેડી ડોન ભાવિકાની ધરપકડ કરી લીધી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના કાપોદ્રા પોલીસ મથકની હદમાં એક યુવતીનો માથાકૂટ નો વિડીયો હાલમાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી જાહેર રોડ ઉપર ધારદાર વસ્તુ લઈને પોતાનો રોગ જમાવતી જોવા મળી રહે છે.

વિડીયો સામે આવતા જ કાપોદ્રા પોલીસ કામ પર લાગી ગઈ હતી. ત્યારબાદ પોલીસે ભાવના ઉર્ફે ભાવિકા અનિલભાઈ વાળાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસ અનુસાર આ ઘટના કાપોદ્રા પુણાગામ સ્થિત નાલંદા સ્કૂલના ગેટ પાસે બની હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વીડિયોમાં જાહેર રોડ ઉપર માથાકૂટ કરતી યુવતી ભાવિકા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી હતી. પછી પોલીસે યુવતી અને તેના સાગરિત રાહુલની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી કટાર જેવું એક ધારદાર વસ્તુ પણ કબજે કર્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે બંનેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને દ્વારા જાહેર રસ્તા ઉપર વાહન ચાલકોને હેરાન કરવામાં આવતા હતા અને રોફ જમાવીને કોઈપણની રેકી કરીને તેને ધમકી આપવામાં આવતી હતી.

રસ્તા ઉપર ચાલતા લોકોને ધારદાર વસ્તુ બતાવીને લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. પોલીસ તપાસમાં યુવતી ભાવિકા વિરુદ્ધ દમણમાં જીવ લેવાના પ્રયાસ અને તેના સાંગરિત સામે પુણા પોલીસ સ્ટેશનમાં માથાકૂટ અને દમણમાં જીવ લેવાના ગુનામાં વોન્ટેડ હોવાનો બહાર આવ્યો છે. .

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં ભૂરી ડોન પછી હવે માર્કેટમાં આવી ભાવિકા લેડી ડોન..! ચપ્પુ લઈને જાહેર રોડ ઉપર ભાવિકા લેડી ડોને કરી માથાકૂટ… જુઓ ઘટનાના CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*