ગેસ પુરાવીને ઘરે જઈ રહેલા બે પિતરાઈ ભાઈઓને રસ્તામાં નડ્યો અકસ્માત, બંનેના એકસાથે મોત… આખા પરિવારમાં માતમ છવાઈ ગયો..

Published on: 2:28 pm, Sun, 13 November 22

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે શનિવારના રોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ઇકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બે પિતરાઈ ભાઈઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

બંને ભાઈઓના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને ગામના લોકોને મળતા ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના પાંથાવાડામાં બની હતી. ધોરાજી તાલુકાના ખીંમત ગામના બે પિતરાઈ ભાઈઓ શનિવારના રોજ સવારે ઈકો કારમાં ગેસ ભરાવીને પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા.

ત્યારે પાંચ પીપળા નજીક એક ટ્રક ચાલકે તેમની ઇકો કારને ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટનામાં બંને ભાઈઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર બંનેના મોત થયા છે. અકસ્માતની ઘટનામાં શંભુજી વિષ્ણુસિંહ ઠાકોર અને સદુભા નાગજી ઠાકોર નામના પિતરાઈ ભાઈઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

વિષ્ણુસિંહ ધાનેરા તાલુકાના ખીંમત ગામે રહેતો હતો અને ખેતી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેમને સંતાનમાં બે દીકરાઓ અને એક દીકરી છે. શનિવારના રોજ વિષ્ણુસિંહ સવારે ઘરે હતો. ત્યારે તેમનો કૌટુંબિક ભત્રીજો સદુભા ઇકો કાર લઈને તેમના ઘરે આવ્યો હતો.

ત્યારબાદ વિષ્ણુસિંહનો દીકરો શંભુસિંહ અને સદુભા ઇકો કારમાં સીએનજી ગેસ પુરાવા માટે ગયા હતા. બંને ગેસ પુરાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં એક આઇસર ટ્રકે તેમની ઇકો કારને જોરદાર ટક્કર લગાવી હતી. જેના પગલે કારમાં સવાર શંભુસિંહ અને સદુભા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આ કારણોસર બંનેના દર્દનાક મોત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃતકના પિતાએ પોલીસ મથકમાં આઇસર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગેસ પુરાવીને ઘરે જઈ રહેલા બે પિતરાઈ ભાઈઓને રસ્તામાં નડ્યો અકસ્માત, બંનેના એકસાથે મોત… આખા પરિવારમાં માતમ છવાઈ ગયો.."

Leave a comment

Your email address will not be published.


*