યુવકે વિડીયો બનાવીને ગંગા નદીમાં મોતની છલાંગ લગાવી, યુવકે કહ્યું કે… જુઓ મોતની છલાંગનો લાઈવ વીડિયો…

Published on: 2:57 pm, Sun, 13 November 22

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને આજકાલના યુવાનો અને યુવતીઓ ઘણી વખત નાની-નાની બાબત પર આ પ્રકારનું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે વિડીયો બનાવીને ગંગા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. સૌપ્રથમ યુવક એક પુલ ઉપર પહોંચ્યો હતો.

ત્યારબાદ તે પૂલની રેલીંગ ઉપર ચડીને મોબાઇલમાં વિડીયો મોડ ઓન કરે છે. ત્યારબાદ લગભગ 10 મિનિટ સુધી તે વિડીયો બનાવે છે. તે વીડિયોમાં પોતાની આપવીતી જણાવી રહ્યો હોય છે. જેમાં તેને પોતાની પ્રેમિકા ઉપર દગો કરવાનો આરોપ લગાવ્યો હતો અને પોતાના સંબંધીઓ અને મિત્રોના પણ નામ લીધા હતા. ત્યારબાદ 40 ફૂટ નીચે ગંગા નદીમાં મોતની છલાંગ લગાવે છે. આ ઘટના યુપીના ગાઝીપુરમાં બની હતી.

મૃત્યુ પામેલા યુવકનું નામ દીપક સોનકર હતું અને તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી. ગંગા નદીમાં કુદતા પહેલા યુવકે પોતાની પ્રેમિકાના ભાઈનું નામ લેતા કહ્યું કે, ‘તારી બહેને મારી સાથે દગો કર્યો’. આ ઘટના શનિવારના રોજ સાંજના સમયે બની હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી નદીમાં યુવકની શોધખોળ શરૂ કરી દીધી હતી.

પરંતુ હજુ સુધી યુવકનું કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નથી. હાલમાં NDRFની તેમ નદીમાં યુવકની શોધખોળ કરી રહે છે. મિત્રો યુવકે જે વિડીયો બનાવ્યો તેમાં તે રડતો જોવા મળી રહ્યો છે અને ગીત પણ ગાઈ રહ્યો છે અને પોતાની પ્રેમિકાને કોશી રહ્યો છે. વીડિયોના અંતમાં યુવક પોતાના મિત્રોને અંતિમ સલામ કરે છે અને ત્યારબાદ નદીમાં કૂદી જાય છે. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

દિપક ભણવામાં સારો ન હતો પરંતુ તે એવરેજ હત. છ મહિનાથી સ્કૂલની એક છોકરી સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. છ મહિનાથી બંને ફોન પર વધારે વાતચીત કરવા લાગ્યા હતા. મળતી માહિતી અનુસાર દીપક મહિનો પંદર દિવસથી પરેશાન રહેતો હતો. તેથી પરિવારના લોકોએ દિપકના મિત્રોને આ વિશે પૂછ્યું હતું ત્યારે મિત્રોએ કાંઈ કહ્યું ન હતું.

ત્યારબાદ પરિવારના લોકો દીપકના સ્કૂલ પર ગયા હતા ત્યારે સ્કૂલમાં હાજર શિક્ષકે જણાવ્યું કે દીપક કોઈ છોકરી સાથે વાત કરે છે. ત્યારબાદ પરિવારના લોકોએ દિપકને અભ્યાસમાં ધ્યાન આપવા માટે સમજાવ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. નદીમાં છલાંગ લગાવતા પહેલા યુવક કહે છે કે જીવતો રહીશ તો આપણે ફરીથી મળીશું. આ ઉપરાંત ઘણી બધી વાતો કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "યુવકે વિડીયો બનાવીને ગંગા નદીમાં મોતની છલાંગ લગાવી, યુવકે કહ્યું કે… જુઓ મોતની છલાંગનો લાઈવ વીડિયો…"

Leave a comment

Your email address will not be published.


*