શું કોઠારીયાના કમાએ લગ્ન કરી લીધા..? અલવિરા મીરાએ કમા સાથે વાયરલ થયેલા વીડિયોની સ્પષ્ટતા કરતા એવું કહ્યું કે…જુઓ વિડિયો

Published on: 3:34 pm, Sun, 13 November 22

મિત્રો તમે કિર્તીદાન ગઢવીના ડાયરામાંથી રાતોરાત સેલિબ્રિટી બની ગયેલા કમાને તો જરૂર ઓળખતા હશો. ગુજરાતમાં એક સમયે એવો આવી ગયો હતો, ત્યારે ચારેય બાજુ કમો કમો થઈ રહ્યું હતું. રાતોરાત સેલિબ્રિટી બની ગયા બાદ કમો અનેક જગ્યાઓ પર કાર્યક્રમ, ડાયરાઓ અથવા તો દુકાનના ઓપનિંગમાં જોવા મળતો હતો. કમાને થવા માટે હજારોની સંખ્યામાં લોકો આવતા હતા.

સોશિયલ મીડિયામાં તમે કમાના ઘણા અવારનવાર વાયરલ વિડિયો પણ જોયા હશે. મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડિયો જોયા હશે જેવો ફેક અથવા તો અફવાના હોય છે. ત્યારે થોડા દિવસો પહેલા તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં કોઠારીયાનો કમો ગુજરાતના લોકપ્રિય કલાકાર અલવિરા મીરની સાથે જોવા મળ્યો હતો.

આ વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં અફવાઓ ઉડવા લાગી કે કમાની સગાઈ થઈ ગઈ અથવા તો ઘણા લોકો કહેતા હતા કે કમાના લગ્ન થઈ ગયા. આ વાત ખૂબ જ ચર્ચાનો વિષય બની ગઈ, ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થયો. ત્યારે વાયરલ થયેલા વીડિયોની સ્પષ્ટતા કરતો એક વિડિયો અલવિરા મીરે મૂક્યો હતો. જેમાં અલવિરા મીરે સમગ્ર વાતની સ્પષ્ટતા કરી હતી.

સૌપ્રથમ જુના વીડિયોની વાત કરવામાં આવે તો વીડિયોમાં અલવિરા મીર અને કમો એક સાથે જોવા મળ્યા હતા. જેમાં અમદાવાદના એક કાર્યક્રમમાં બંનેનું ખુબ જ સારું એવું સ્વાગત કરવામાં આવે છે. બંનેનું હાર પહેરાવી અને ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. વિડીયો વાયરલ થયા બાદ અમુક લોકોએ આ વાતની અફવા ફેલાવી હતી અને વીડિયોને ખોટી દિશામાં આગળ વધાર્યો હતો.

ત્યારે વીડિયોની સ્પષ્ટતા કરતા અલવીરા મીરે એક વિડીયો બનાવીને કહ્યું હતું કે, અમદાવાદમાં મારો એક શો હતો જેમાં ઓપનિંગમાં હું અને આપણા કમા ભાઈ હાજર રહ્યા હતા. અમે બંને ત્યાં ગેસ્ટ બનીને ગયા હતા અને જ્યાં અમારું સ્વાગત કરવામાં આવ્યું હતું.

હાર પહેરાવીનેએ ફોટો અને વિડીયો કેટલાક વિકૃત માણસોએ જે આપણે ઊંચાઈઓ જોઈ શકતા નથી એને બદનામ કરવા માટે આ વિડીયો યૂટ્યુબમાં શેર કર્યો હતો કે “જુઓ કમાના લગ્ન થઈ ગયા. વધુમાં અલવીરા મીરે ઘણું બધું જણાવ્યું હતું. વિડીયો વાયરલ કરનાર લોકો ઉપર તેમને પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. નીચે આપેલા વીડિયોમાં તમે અલવીરા મીરની આખી વાત સાંભળી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "શું કોઠારીયાના કમાએ લગ્ન કરી લીધા..? અલવિરા મીરાએ કમા સાથે વાયરલ થયેલા વીડિયોની સ્પષ્ટતા કરતા એવું કહ્યું કે…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*