અમદાવાદમાં ઓવરબ્રિજ પર બે બાઇક વચ્ચે થઈ ટક્કર, એક બાઇક સવારનું…

Published on: 9:52 am, Mon, 16 August 21

રાજ્યમાં આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે. ત્યારે ગઈ કાલે અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદ શહેરના CTM રામોલ ઓવરબીજ પર રાત્રે બન્યો હતો. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં બે બાઇક સામસામે અથડાતા એક બાઈક સવાર નું મૃત્યુ થયું છે.

જ્યારે બીજા બાઈક માં સવાર પતિ-પત્ની રોડ પર પડતાં તેને ઈજા પહોંચી છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં તાત્કાલિક તેમને 108ની મદદથી મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

અકસ્માતના કારણે ઓવરબ્રીજ પર લાંબો ટ્રાફિકજામ થયો હતો. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા બાઇક સવાર ની ઉંમર 23 વર્ષની હતી.

મૃત્યુ પામેલા બાઈક સવારને હજુ પણ કોઈપણ પ્રકારની ઓળખ થઇ નથી. આ અકસ્માતની જાણ થતાં ખોખરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસ દ્વાર ઓવર બ્રિજ પર લાગેલા ટ્રાફિક જામને મહામહેનતે છૂટો પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે અકસ્માત અંગે તમામ તપાસ કરી.

અને હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે. આ સમગ્ર ઘટના રવિવારના રોજ રાત્રે અમદાવાદના CTM રામોલ ઓવર બ્રિજ પર થઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં ઓવરબ્રિજ પર બે બાઇક વચ્ચે થઈ ટક્કર, એક બાઇક સવારનું…"

Leave a comment

Your email address will not be published.


*