ઓડિશામાં ટ્રિપલ ટ્રેન અકસ્માત : પાટા પરથી ટ્રેન નીચે ઉતરી જતા 238 લોકોના રિબાઈ રિબાઈને મોત, 900 લોકો ઈજાગ્રસ્ત…ચારેય બાજુ લાશોનો ઢગલો થઈ ગયો…

Published on: 12:18 pm, Sat, 3 June 23

Triple train accident in Odisha: ઓડિશામાં બનેલી એક મોટી દુર્ઘટના સામે આવી રહી છે. ઓડિશા(Odisha)માં બાલાસોરમાં(Balasore) શુક્રવારના રોજ સાંજના સમયે એક ટ્રેન દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં 238 લોકોએ(238 people died) પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે અકસ્માતની ઘટનામાં 900 થી પણ વધારે મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. રેલવેના જણાવ્યા અનુસાર 650 જેટલા મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

टक्कर के बाद ट्रेनों के डिब्बे पलट गए।

સમગ્ર ઘટના બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ આ ઘટનાને લઈને ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. જાણવા મળી રહ્યું છે કે આ ભયંકર અકસ્માતની ઘટના શુક્રવારના રોજ સાંજે લગભગ સાત વાગ્યાની આસપાસ બાલોસરાના બહનગા બજાર સ્ટેશન પાસે બની હતી. રેલવેના જણાવ્યા અનુસાર કોલકાતા-ચેન્નાઇ કોરમંડલ એક્સપ્રેસ અને યશવંતપુરા-હાવડા એક્સપ્રેસ બહનગા સ્ટેશન પાસે પાટા ઉપરથી નીચે ઉતરી ગઈ હતી.

तस्वीर हादसे के बाद की है। यहां चार ट्रैक थे। सभी उखड़ गए। डिब्बे एक दूसरे पर चढ़ गए।

આ પછી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન નજીકના રેલવે ટ્રેક પર ઉભી રહેલી ગાડી સાથે અથડાઈ હતી. જાણવા મળી રહ્યો છે કે યશવંતપુર-હાવડા એક્સપ્રેસ સૌપ્રથમ પાટા ઉપરથી નીચે ઉતરી ગઈ હતી અને ત્યારબાદ આને સમગ્ર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં અત્યાર સુધીમાં 238 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલમાં હજુ પણ બચાવ કામગીરી ચાલુ છે.

इस फोटो में देखा जा सकता है कि यशवंतपुर-हावड़ा दुरंतो एक्सप्रेस कोरोमंडल एक्सप्रेस के ऊपर चढ़ गई।

એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

ઈમરજન્સી કંટ્રોલરૂમ : 6782262286
હાવડા : 033-26382217
ખડગપુર : 8972073925, 9332392339
બાલાસોર : 8249591559, 7978418322
કોલકાતા શાલીમાર : 9903370746

यह फोटो कोरोमंडल एक्सप्रेस के एक डिब्बे की है, जो पलट गया।

અકસ્માત એટલો ભયાનક હતો કે કોરોમંડલ એક્સપ્રેસની બોગી સંપૂર્ણપણે પલટી ગઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન માલગાડી પર ચઢી ગયું હતું.

Be the first to comment on "ઓડિશામાં ટ્રિપલ ટ્રેન અકસ્માત : પાટા પરથી ટ્રેન નીચે ઉતરી જતા 238 લોકોના રિબાઈ રિબાઈને મોત, 900 લોકો ઈજાગ્રસ્ત…ચારેય બાજુ લાશોનો ઢગલો થઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*