ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલનું અચાનક જ હાર્ટ એટેક આવતા કરુણ મોત…પોલીસ બેડામાં માતમ છવાઈ ગયો…

Published on: 11:12 am, Sun, 13 August 23

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં ક્રિકેટ રમતી વખતે, નાચતી વખતે, જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેકથી મોત થવાની ઘટનાઓ પણ બની રહે છે.

ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી છે આ ઘટનામાં એક મહિલા કોન્સ્ટેબલનું હાર્ટ એટેક આવતા મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી મહિલા કોન્સ્ટેબલ ભાવનગરના હેડક્વાર્ટર માં ફરજ બજાવતી હતી.

મૃત્યુ પામેલી મહિલા કોન્સ્ટેબલ નું નામ કવિતા બારૈયા હતું અને અચાનક જ હાર્ટ એટેક આવતા તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ કવિતાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. કવિતા પરેડમાંથી ઘરે ગઈ હતી. ત્યારે અચાનક જ તેને હાર્ટ એટેક આવ્યો હતો, એટલે પરિવારના સભ્યો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

પરંતુ ત્યાં સુધીમાં તો કવિતાનું મોત થઈ ગયું હતું. અચાનક જ મહિલા કોન્સ્ટેબલનું મોત થતાં પોલીસ બેડા સહિત પરિવારજનો ગમગીની છવાઈ ગઈ હતી. આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની છે.

ખાસ કરીને ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવતા મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે અને નાની ઉંમરના યુવાનો અને યુવતીઓમાં પણ હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી કયા બાદ હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલનું અચાનક જ હાર્ટ એટેક આવતા કરુણ મોત…પોલીસ બેડામાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*