આ બહેન ખજૂર ભાઈને જોઈને પોતાના આંસુ રોકી શક્યા નહીં, આ બહેનની વ્યથા સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે…

Published on: 5:36 pm, Mon, 18 April 22

આજે ગુજરાતના સોનુસુદ તરીકે જાણીતા એવા ખજુરભાઈ જેને આપ સૌ જાણતાજ હશો.જેમનું નામ નીતિનભાઈ જાની.જેઓ આજે જરૂરિયાત મંદ લોકો ની મદદ કરે છે. અને સેવા નું કાર્ય કરે છે.ત્યારે આપણી સમક્ષ આવોજ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ખજુરભાઈ એ સેવા નું કાર્ય કર્યું છે. સોશ્યિલ મીડિયા પર આજે સ્ટાર બની ગયા એવા ખજુરભાઈ આજે ગરીબ લોકો માટે અને જરૂરિયાત મંદ લોકો માટે ભગવાન સ્વરૂપ બની ગયા છે.

ત્યારે કહેવાય છે ને કે મદદ હંમેશા એવી વ્યક્તિને કરવી જોઈએ જેને સાચા અર્થ માં જરૂર હોઈએ કામ લાગશે. ખજુરભાઈ સૌ પ્રથમ જયારે તૌકતે વાવાજોડું આવ્યું હતું, ત્યારે લોકો ની ખુબજ સેવા કરી હતી. તેમને ઠેર ઠેર ગામડાઓમાં જઈને લોકોની મદદ કરી હતી. હાલ આપણી સમક્ષ એવો જ એક વિડિઓ વાયરલ થાય રહ્યો છે. જેમાં ખજુરભાઈએ એક વિધવા મહિલાની મદદ કરી રહ્યા છે.

એ વિડિઓ માં જોઈ રહ્યા છો, જેમાં એ વિધવા મહિલા ખજુરભાઈ સામે ધ્રુસકે ધ્રુસકે રડી રહી છે. અને કહી રહી છે કે મારો ભાઈ આવ્યો. ત્યારે આ બહેને વધુમાં જણાવતા કહ્યું કે મારે બે છોકરા છે અને છોકરી અમે આટલા રહીયે છીએ .અને ઘરમાં હું એકજ કમાવ છું.

અને વધુ માં કહ્યું કે હું દરરોજ સાડી માં ટીકી લગાડવાનું કામ કરું છું ને રાત થાઇ ત્યાં માંડ 50 થી 100 રૂપિયાનું કામ કરે છું.બીજું મશીન ઉપર બેસીને 200 થી 250 રૂપિયા મળે છે,જેમાં મારુ ઘર ચાલે છે. આ વિધવા બહેન વિશે વાત કરીયે તો તેમનું નામ હંસાબહેન છે.તેમના પતિ નું 8 વર્ષ પહેલા મુર્ત્યું થયું હતું અને તેમને ટીબી ની બીમારી હોવાથી તેઓ ખાટલા માં જ હતા.

તેમણે તેના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો હતો અને તેમના બે દીકરાઓને તેમણે અનાથાશ્રમમાં મુક્યા હતા. જેથી તેનું ગુજરાન ચાલી શકે. ત્યારે આ બધી વાત જાણીને ખજૂર ભાઈ એ હંસાબેનને આર્થિક મદદ કરી. અને તેમની દિકરી સારી રીતે ભણીને આગળ વધે તેવા હેતુથી તેની દીકરીને માથે હાથ મૂકીને કહ્યું કે આજે તારી માતાની આ મહેનત પર મને ગર્વ છે.

હું હંમેશા તારી સાથે રહીશ બેન આ વાત સાંભળીને હંસાબેનને દિલ પર લાગી આવી અને તેમણે ખજૂર ભાઈ ને પણ સારા એવા આશીર્વાદ આપ્યા ત્યારે કહી શકે કે ખજૂર ભાઈ આજે ગરીબ લોકોના હમદર્દ બની ગયા છે અને તેમની નાની તો નાની એવી મદદ કરે છે..

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ બહેન ખજૂર ભાઈને જોઈને પોતાના આંસુ રોકી શક્યા નહીં, આ બહેનની વ્યથા સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*