સલામ છે આ દીકરીને! આ દીકરીએ પોતાની નબળી પરિસ્થિતિમાં ભારે સંઘર્ષ કરીને IAS બની…

Published on: 5:21 pm, Mon, 18 April 22

મિત્રો આજ નો યુગ હરીફાઈ યુક્ત થઈ ગયો છે. દરેક મનુષ્ય વચ્ચે આજે હરીફાઇ થઇ રહી છે. ત્યારે વ્યક્તિએ પોતાની મહેનત અને આવડતથી સફળતા મેળવવી પડે છે ત્યારે કહી શકે તો મનુષ્ય કુદરતની ખાસ છે. ઈચ્છાઓ પૂરી કરવા માટે મનુષ્ય ખૂબ જ મહેનત કરે છે અને સરળતાથી તે પૂરી પણ કરી શકે છે. મનુષ્ય પાસે એક મહેનત નામનો હથિયાર છે. જેનાથી તેઓ પોતાની દરેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

આવો જ એક કિસ્સો આપણી સમક્ષ આવ્યો છે કે જેમાં એક દીકરીએ નબળી પરિસ્થિતિ માંથી પસાર થઈને IAS અધિકારી બની જે ખૂબ જ ગૌરવ ભરી વાત કહેવાય. એક દીકરી વિશે વિસ્તૃત વાત કરીશું તો સુરભી ગૌતમ જેમનું નામ છે. તેઓ મધ્ય પ્રદેશ રાજ્યના સતના જિલ્લા ના અંધારા ગામની રહેવાસી છે. જેમણે તેમનો 12 ધોરણ સુધીનો અભ્યાસ એક હિન્દી મીડિયમમાં પૂરો કર્યો છે.

તેઓ અંગ્રેજી વિષયમાં નબળા હતા ત્યારે તેમણે બારમા ધોરણ 12 એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો. જેમાં ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ નો વિષય પસંદ કર્યો હતો. કારણ કે તેના મુખ્ય હેતુ એ જ હતો કે તેમના ગામમાં વીજળી ને લઈને ઘણી બધી પરિસ્થિતિઓ સર્જાઈ હતી જેનો કોઈ નિકાલ લઈ શકે.

યોગ્ય રીતે લાઈટ ન આવતી હોવાને કારણે તેઓ ફાનસ ના સહારે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.અને નવાઈની વાત તો એ છે કે પ્રથમ પસંદગી TCS માં સિક્યુરિટી ની પોસ્ટ તરીકે પસંદ થઇ ત્યારે વર્ષ 2013માં IAS ની પરીક્ષામાં પ્રથમ આવી તે તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થતી હતી. અને તેમની ઇચ્છા હતી કે UPSC પાસ કરીને એક અધિકારી બનવાની તો એ પણ તેમને સાબિત કરી બતાવ્યું.

મિત્રો આજના યુગમાં યુવક અને યુવતીઓ એવું ઈચ્છે છે કે કોઈ સારી એવી સરકારી નોકરી મળી જાય જે માટે આજના યુવાનો તેની પાછળ ખૂબ જ મહેનત કરે છે અને પરીક્ષાઓ પણ પાસ કરે છે. ત્યારે આજે સરકારી પરીક્ષાઓમાં UPSC ની પરીક્ષા જે ખુબ જ અઘરી માનવામાં આવે છે. એ પરીક્ષાઓ અમુક લોકો જ પાસ કરે છે ત્યારે તેમાંની એક આ સુરભી ગૌતમ કે જેણે UPSC જેવી અઘરી પરીક્ષા પાસ કરીને વર્ષ 2016માં આઈએએસ અધિકારી બની જે નવાઈની વાત કહેવાય.

આવી એક જ નહીં પરંતુ અનેક યુવક અને યુવતીઓ નો સપનું હોય છે UPSC પાસ કરીને મોટી અધિકારી બનવું ત્યારે, તેઓ પોતાની મહેનત બાદ એવી સફળતાઓ પણ પ્રાપ્ત કરતા હોય છે અને તનતોડ મહેનત કરીને આવી પરીક્ષાઓ પાસ કરે છે ત્યારે આજનો યુગ તો અત્યંત હરીફાઈ વાળો યુગ બની ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સલામ છે આ દીકરીને! આ દીકરીએ પોતાની નબળી પરિસ્થિતિમાં ભારે સંઘર્ષ કરીને IAS બની…"

Leave a comment

Your email address will not be published.


*