ભૂતકાળમાં 10 રૂપિયા માટે કામ કરતા આ વ્યક્તિએ બનાવી 730 કરોડની કંપની,વાંચો તેની સફળતાની કહાની

Published on: 11:11 am, Sun, 5 September 21

આપને અત્યારે મુસ્તફા પીસીની વાર્તા કરી રહા છે. મુસ્તફા પીસીનો જન્મ કેરળના એક નાનકડા એવા ગામમાં થયો હતો. તેના પિતા દૈનિક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા,મુસ્તફા પીસીની પોતે કામ પર જતા હતા. પિતા સારી રીતે ભણેલા ન હતા પણ પોતાના બાળકોને ભણાવીને સપનું જોતા હતા.

તેમ છતાં તેમનો પુત્ર વર્ગ 6 માં નાપાસ થયા બાદ શાળા છોડી દીધી હતી, પરંતુ એક શિક્ષકની પહેલ પર, તે શાળાએ પાછો ગયો હતો અને ત્યારબાદ તેને મોટી કંપની ની સ્થાપના કરી હતી.

એક ઈન્ટરવ્યુમાં મુસ્તફા પીસીએ કહુ હતું કે, ‘અમે દસ રૂપિયાનું દૈનિક વેતન લેતા હતા. દિવસમાં ત્રણ ટાઈમ ભોજન લેવાનું સ્વપ્ન હતું, હું મારી જાતને કહીશ કે, અત્યારે શિક્ષણ કરતાં ખોરાક વધુ મહત્વનો છે.

આ ફૂડ બિઝનેસમાં જોડાતા, મુસ્તફા પીસીએ એક કંપની બનાવી, જેનું નામ છે ID ફ્રેશ ફૂડ. તે દેશની સફળ કંપનીઓ માંથી એક છે, જેનું વર્ષનું ટર્નઓવર 730 કરોડ રૂપિયા છે.

આઈડી ફ્રેશ ફૂડના સીઈઓ મુસ્તફા પીસીએ કહ્યું કે જ્યારે મેં શાળા એ જવાનું બંધ કર્યું ત્યારે એક શિક્ષકે મને શાળામાં પાછા આવવા માટે સમજાવ્યા અને મને મફતમાં ભણાવ્યું પણ એટલે જ મેં મારા વર્ગમાં ગણિત વિષયમાં ટોપ કર્યું, પછી હું સ્કૂલમાં ટોપર બન્યો, જ્યારે કોલેજ જવાનો સમય આવ્યો ત્યારે એ જ શિક્ષકે મારી ફી ભરી હતી.

તેઓએ વધારે જણાવતા કહું હતું કે ‘જ્યારે મને નોકરી મળી અને મારો પહેલો પગાર 14,000 રૂપિયાહતો, ત્યારે મેં તે મારા પિતાને આપ્યો, મારા પિતાએ રડવાનું શરૂ કર્યું અને કહ્યું કે તમે મારી આજીવન કમાણી કરતાં વધુ કમાયા છો.’ મુસ્તફાને વિદેશમાં પણ નોકરી મળી હતી,

સારી વેતનવાળી નોકરી હોવા છતાં, મુસ્તફા પીસી પોતાનો ખુદ નો ધંધો શરૂ કરવા માંગતો હતો. ID ફ્રેશ ફૂડનો વિચાર ત્યારે આવ્યો જ્યારે મુસ્તફાના પિતરાઇ ભાઇએ એક સપ્લાયરને સાદા પાઉચમાં ઇડલી-ઠોસાનું શાક વેચતા જોયા. ગ્રાહકો પ્રોડક્ટની ગુણવત્તા અંગે ફરિયાદ કરી રહ્યા હતા. મુસ્તફાના પિતરાઇ ભાઈએ તેને “ગુણવત્તાયુક્ત બેટર કંપની” બનાવવાના વિચાર સાથે બોલાવ્યો, અને આમ ID ફ્રેશ ફૂડનો જન્મ થયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!