આ વ્યક્તિ પોતાના બાળપણને યાદ કરીને આજે ફક્ત 5 રૂપિયામાં ગરીબોને ભરપેટ આપી રહ્યો છે જમવાનું,તેઓની દાતારી ને આજે બિરદાવે છે લોકો

Published on: 11:03 am, Sun, 5 September 21

આજના જમાનામાં જો તમારે ભરપેટ સારું ભોજન જમવું હોય તો તમારે ઘણા બધા રૂપિયા ખર્ચ કરવા પડતા હોય છે. ગરીબ લોકોને સારું નહીં પણ પેટ ભરવા માટે જે મળે એ ખાઈ લેતા હોય છે. એક એવો વ્યક્તિ છે કે આવા ગરીબ લોકોનું વિચારીને ફક્ત પાંચ રુપિયામાં ભરપેટ અને સ્વાદિષ્ટ અને સારો ખોરાક આપે છે.

આ વ્યક્તિનું નામ અનુપ ખન્ના છે. આ વ્યક્તિનું બાળપણ ખૂબ જ ગરીબીમાં વિત્યુ હતું. તે પોતાની નોકરીમાંથી રિટાયર્ડ થયા ત્યારે તેમને ગરીબ લોકો જોઈને નક્કી કર્યું કે હું ગરીબ લોકોને પરવડે એવો ખોરાક વેચિશ.

અનુપ ખન્ના આજે નોઈડા ના રોડ પર ગરીબ લોકો માટે દાદી કી રસોઈ નામની દુકાનમાં લોકોને હાઈ ક્વોલિટી ના દાળ ભાત ફક્ત 5 રૂપિયામાં આપે છે.

લોકોને આ દાળ ભાત એટલા પસંદ આવ્યા કે આજે ગરીબ હોય કે અમીર બધા લોકો આ દાળ ભાત ખાવા માટે લાઇનમાં ઊભા રહે છે. ગરીબ લોકોફક્ત 5 રૂપિયામાં આટલું સરસ જમવાનું ખાઈ ને અનુપ જી ને દિલથી આશીર્વાદ આપે છે.

તેમની લારી પર મોટા મોટા ઓફિસરો પણ ખાવા માટે આવે છે. તે દાળમાં બધી જાતના શાકભાજી નાખે છે અને ભાત પણ બાસમતી જ વાપરે છે.

પહેલા પહેલા તો અનુ ખન્નાએ આ કામ ખૂબ જ મોંઘુ પડતું હતું પણ લોકોને ખબર પડી તો શાકભાજી વાળો અને કરિયાણા વાળો તેમને ખૂબ જ ઓછા ભાવે વસ્તુ આપે છે.અનુપ ખન્ના નું કહેવું છે કે આ કામ મારા એકલા નું નથી બધા લોકોની થોડી થોડી મદદ થી ચાલે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!