આ ગુજરાતી ખેડૂત દર વર્ષે 7-વીઘા જમીનમાંથી કરે છે 18 લાખ રૂપિયાની કમાણી…જાણો ખેડૂત જમીનમાં એવું તો શું વાવે છે…

Published on: 12:18 pm, Wed, 30 November 22

મિત્રો આજકાલના યુવાનો અને યુવતીને ખેતીમાં કોઈ પણ પ્રકારનો રસ રહ્યો નથી. બસ તેવો ખાલી વિદેશમાં જઈને પોતાનું સેટ કરવાની રેસમાં લાગી ગયા છે. પરંતુ આપણા દેશમાં કેટલાક એવા લોકો પણ છે જેવો ખેતી કરીને દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે. આજના જમાનામાં કૃષિમાં પણ ટેકનોલોજીઓ આવી ગઈ છે. ખેડૂતો પણ નવા નવા પ્રયોગો કરીને ખેતી કરી રહ્યા છે અને ખૂબ જ ઓછા ખર્ચમાં વધુ કમાણી કરી રહ્યા છે.

આજે આપણે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભોયણ ગામના એક ખેડૂત વિશે વાત કરવાના છીએ. જેવો દર વર્ષે ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરે છે. ભોયણ ગામના પ્રગતિશીલ ખેડૂત એટલે કે હિતેશભાઈ પ્રજાપતિ. તેઓએ માત્ર ધોરણ 10 સુધી જ અભ્યાસ કરેલો છે. હિતેશભાઈ પ્રજાપતિએ વર્ષ 2019 માં એવી ખેતી શરૂ કરી કે આજે તેઓ માત્ર સાત વીઘા જમીનમાંથી દર વર્ષે 18 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

મિત્રો આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે. મિત્રો તમને જણાવી દઈએ કે માત્ર 10 ચોપડી ભણેલા હિતેશભાઈ પ્રજાપતિએ તેમના ખેતરમાં જીરેનીયમની ખેતી શરૂ કરી હતી. જીરેનીયમની એક એવી વસ્તુ છે કે તેના ફૂલમાંથી ઓઇલ કાઢવામાં આવે છે.

જીરેનીયમના ઓઇલની વિદેશમાં ઘણી બધી માંગ છે. હિતેશભાઈ પ્રજાપતિએ પોતાના ખેતરમાં 12 લાખ રૂપિયાનો ખર્ચો કરીને જીરેનીયમની વાવણી અને તેના ફૂલમાંથી ઓઇલ કાઢવાનો પ્લાન્ટ લગાવ્યો છે. મિત્રો જીરેનિયમની ખેતી કરીને વર્ષમાં ત્રણ વખત તેનું કટીંગ કરવામાં આવે છે. જીરેનિયમની વાત કરીએ તો તે એક ખૂબ જ સુગંધિત ફુલ છે. તેને ગરીબોનું ગુલાબ પણ કહેવામાં આવે છે.

આ ફૂલમાંથી જે પણ તેલ નીકળે તેની ખૂબ જ માંગ છે અને તેને અનેક જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ કરીને આ ફૂલના તેલની વિદેશમાં ખૂબ જ માંગ છે. અતર, સુગંધિત સાબુ અને વગેરે વસ્તુઓ આ ફૂલના તેલમાંથી બનાવવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ વાળ અને દાંતને થતા નુકસાનને ઘટાડવા માટે પણ જીરેનિયમનો ઉપયોગ કરવામાં આવે છે.

જીરેનિયમ તેલનો લિટરનો ભાવ લગભગ 12 હજાર થી 14 હજાર રૂપિયા છે. જીરેનિયમની ખેતી પંજાબ, મહારાષ્ટ્ર, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં કરવામાં આવે છે. પરંતુ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વસતા ખેડૂત હિતેશભાઈ પ્રજાપતિએ આ ખેતી કરીને સમગ્ર ગુજરાતમાં પોતાનું નામ બનાવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો