યુવક પોતાની પ્રેમિકાને ફરવા માટે બહાર લઈ ગયો, ત્યારબાદ પ્રેમિકાનો જીવ લઈને તેના મૃતદેહ સાથે કર્યું એવું કે – જાણો સમગ્ર ઘટના

Published on: 12:39 pm, Fri, 24 June 22

થોડાક દિવસ પહેલા એક રુવાડા ઉભા કરી દેનારી ઘટના બની હતી. આ ઘટનામાં એક પ્રેમીએ પોતાના બે મિત્રો સાથે મળીને પોતાની પ્રેમિકાનો જીવ લઈ લીધો હતો. આ ઘટના બનતા જ ચારે બાજુ અફરાતફરી મચી ગઇ હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી પ્રેમી અને તેના બે સાથીદારોની ધરપકડ કરી લીધી છે.

આ ઘટના ઓરંગાબાદમાં બની હતી. 37 વર્ષીય નીલમ નામની મહિલા રફીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી હતી. મળતી માહિતી અનુસાર નીલમના પતિનું 6 વર્ષ પહેલા અવસાન થયું હતું. નીલમને ચાર દિકરીઓ છે. પતિના મૃત્યુ બાદ 40 વર્ષીય કૈલાશ દાસ નામના વ્યક્તિ સાથે તે પ્રેમ સંબંધમાં જોડાઈ હતી.

આ દરમિયાન નીલમ ગર્ભવતી બની ગઈ હતી. ત્યારબાદ દિલ મેં આ માહિતી તેના પ્રેમી કૌશલને આપી હતી. આ ઘટનાની જાણ થતા જ કૌશલે નીલમને બહાર લઈ જઈને તેનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાનાની દીકરી એ જણાવ્યું કે, સોમવારના રોજ માતા બીમાર પડી ગઈ હતી.

તેથી તે ગામના એક વ્યક્તિના ઘરે પૈસા લેવા માટે ગઈ હતી. પરંતુ ત્યાંથી પૈસા મળ્યા નહીં. ત્યારબાદ તે કૌશલના ઘરે પહોંચી હતી. ત્યાં તે રાત રોકાઈ હતી. ત્યારે મંગળવારના રોજ માતાનું મૃતદેહ ગામના એક ખેતરમાંથી મળી આવ્યું હતું. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે કૌશલ અને તેના બે સાથીદારોની ધરપકડ કરી હતી. તમામે કડક પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબુલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર જ્યારે નીલમ ગર્ભવતી થઈ હતી અને તેને આ વાતની જાણ કૌશલને કરી હતી. ત્યારબાદ કૌશલ તેને ફરવાના બહાને બહાર લઈ ગયો હતો.

ત્યાં તેને પોતાના બે મિત્રો સાથે મળીને નીલમનો જીવ લઈ લીધો હતો. એટલું જ નહીં પરંતુ નીલમનો જીવ લઈને તેનું માથું તેના શરીરથી અલગ કરી નાખ્યું હતું. ત્યારબાદ નીલમનું માથું આ સ્થળથી 100 મીટર દૂર ઝાડી-ઝાંખરામાં સંતાડી દીધું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "યુવક પોતાની પ્રેમિકાને ફરવા માટે બહાર લઈ ગયો, ત્યારબાદ પ્રેમિકાનો જીવ લઈને તેના મૃતદેહ સાથે કર્યું એવું કે – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*